Gujarat News/ નાગરિકોનાં વિશેષાધિકારમાં મોટો સુધારો! અરજદારને RTI હેઠળની માહિતી 5 પાનાં સુધી મળશે નિ:શુલ્ક

ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-2010 ના સુચારૂ અમલ માટે નીચે મુજબની માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવે છે

Gujarat

Gujarat News : ગુજરાત માહિતી આયોગના સને 2023-24ના વાર્ષિક અહેવાલમાં માહિતીનો અધિકાર અધિનિયમ-2005 ના અસરકારક અમલ માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે. આ ભલામણો પરત્વે કાળજીપૂર્વક વિચારણા બાદ માહિતીનો અધિકાર અધિનિયમ-2005ના અસરકારક અમલ માટે નીચે મુજબની કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.

(1) ઘણા કિસ્સાઓમાં જાહેર સત્તામંડળો દ્વારા અરજ નમૂના-‘ક’ ની અરજી સંદર્ભે “માંગણી કરવામાં આવેલ રેકર્ડ ઉપલબ્ધ નથી. તેમ જણાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં માહિતી અધિકાર અધિનિયમ-2005ની કલમ 4(1)(ક) અનુસાર રેકર્ડને યથાયોગ્ય રીતે વર્ગીકૃત કરીને તેની અનુક્રમણિકા સાથે તેની જાળવણી કરી તેને યોગ્ય રીતે વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવે છે.

(2) ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-2010 ના સુચારૂ અમલ માટે નીચે મુજબની માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવે છે.

(i) માહીતી મેળવવા માટે જરૂરી “ફી” ની રકમ ભરવા અરજદારને જણાવવાનો ખર્ચ લક્ષમાં લેતાં પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી.

(ii) અરજદાર દ્વારા ” ઈ-મેઈલથી/ ઓનલાઈન આર.ટી.આઈ પોર્ટલ ” માહિતી માંગવામાં આવે ત્યારે નિયત નકલ ફી મેળવીને ઉપલબ્ધ સ્વરૂપમાં માહિતીને સ્કેન કરીને ફોટો પાડીને માહિતી મોકલી આપવી. આ પ્રકારે માહિતી આપ્યા બાદ, ભૌતિક સ્વરૂપે(Physical) માહિતી મોકલી આપવાની રહેશે નહીં.

(iii) અરજદારને જયારે રેકર્ડના સ્વનિરીક્ષણ માટે બોલાવવામાં આવે ત્યારે, તેને નિયત નકલ ફી લઇ, માત્ર આપવાપાત્ર માહિતીનો ફોટો પાડવાની મંજૂરી આપવી. ફોટો પાડવાની મંજૂરી આપી હોય તેવાં કિસ્સામાં ભૌતિક સ્વરૂપે (Physical) માહિતી આપવાની રહેશે નહીં.

(iv) દફતર નિરીક્ષણ સમયે ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-2010 મુજબ નિયત ફી લઈ આપવાપાત્ર માહિતી અરજદારને પોતાના પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસ (દાત. પેનડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ) માં લઇ જવાની મંજૂરી આપવી
(3) ઘણા કિસ્સામાં પ્રથમ અપીલ અધિકારીઓ નમૂના-ક ની અરજીઓનો તથા તેમને કરવામાં આવતી પ્રથમ અપીલોનો અભ્યાસ કર્યા વિના ઔપચારિક હુકમો કરે છે. ખરેખર પ્રથમ અપીલ અધિકારી દ્વારા નમૂના-ક ની અરજી, જાહેર માહિતી અધિકારી દ્વારા રજુ કરવામાં આવેલ વિગતો તથા પ્રથમ અપીલની વિગતોને ધ્યાને લઈને પ્રથમ અપીલનો વિગતદર્શક (Speaking order) હુકમ કરવામાં આવે તથા તેમના હુકમનું પાલન જાહેર માહિતી અધિકારી દ્વારા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્રથમ અપીલ અધિકારીની બને છે. આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.20-12-2008 ના પત્ર ક્રમાંક આરટીઆઈ-2007-457297 (ભા.સ.) આરટીઆઈ સેલથી પરિપત્રિત કરેલ ભારત સરકારના કર્મચારી વર્ગ, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયની તા. 09-07-2007 ની કચેરી યાદી ક્રમાંક : 10-23-2007-આઈઆર આપવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણેપાલન કરવામાં આથી સુચના આપવામાં આવે છે.

(4) મોટાભાગના જાહેર સતામંડળો તરફથી માહિતીનો અધિકાર અધિનિયમની કલમ 4 ની પેટા (1) ના ખંડ (ખ) થી નિર્દિષ્ટકરાયેલ ક્રમ (1) થી (17) અન્વયેની બાબતો અંગે તેમણે સ્વયં પ્રસિધ્ધ કરવાની માહિતીઓ કે જે આ અધિનિયમ અમલમાં આવ્યાના 120 દિવસમાં જ કરવાની થતી હતી, તે આટલા વર્ષો બાદ પણ હજુ સુધી યોગ્ય રીતે અને પૂરેપૂરી વિગતો દર્શાવીને પ્રસિધ્ધ કરવામાં આવી નથી. આથી પ્રત્યેક જાહેર સત્તામંડળે આપમેળે પ્રસિદ્ધ કરવાની માહિતીનો સ્થાનિક વિસ્તારમાં અન સ્થાનિક ભાષામાં અસરકારક રીતે લોકભોગ્ય પ્રસિદ્ધ કરે તે સુનિશ્રિત કરવા માટે તમામ વિભાગોને તથા ખાતાના વડાની કચેરીઓને સૂચના આપવામાં
આવે છે.

વધુમાં, પ્રો-એકટીવ ડિસલકલોઝર દર વર્ષે અધતન કરવામાં આવે તથા સચિવાલયના વિભાગ દ્વારા ખાતાના વડાની કચેરી/જિલ્લા કક્ષાની કચેરીનું તેમજ તાબાની કચેરીઓનું નિયમિત રીતે સમીક્ષા અને નિરીક્ષણ કરવા બાબતેના વિભાગના તા.૧૭/૦૭/૨૦૧૯ ના પરિપત્ર ક્રમાંક પીએડી-૧૦૨૦૧૯- ૭૪૯- આર.ટી. આઈ. સેલ ની સુચનાઓનું ચુસ્તરીતે પાલન થાય તે માટે સુચના આપવામાં આવે છે.

5. તમામ વિભાગોતથા વિભાગોના નિયંત્રણ હેઠળના તમામ જાહેર સત્તામંડળો પોતાના વાર્ષિક એહેવાલ તૈયાર કરવા માટે આપવાની થતી સચોટ અને સંપૂર્ણ માહિતી Gujarat State RTI Annual Return Information System(rtiqr.gujarat.gov.in)ઓનલાઈન સિસ્ટમ જ્વારા સમયસક અપલોડ કરવા તમામ જાહેર સત્તામંડળોને આથી સુચના આપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો:BZના મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલાને મુક્ત કરવા CM પટેલને રોકાણકારોએ કરી રજૂઆત

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલને મળ્યું દિલ્હીનું આમંત્રણ! નીતિ આયોગની મહત્વની બેઠક