Not Set/ રાજયમાં નજીકના સમયમાં જ ધો. 1થી 5નો ઓફલાઈન અભ્યાસ શરૂ કરી શકાશે

આરોગ્ય વિભાગનું સંકલન કર્યા બાદ ધોરણ એકથી પાંચના વર્ગો શરૂ થવાના છે. 100 ટકા કે 50 ટકા વિદ્યાર્થીઓ સાથ સ્કૂલો શરૂ કરવી કે કેમ તેને લઈને આયોજન થઈ રહ્યુ છે.

Gujarat
Untitled 244 રાજયમાં નજીકના સમયમાં જ ધો. 1થી 5નો ઓફલાઈન અભ્યાસ શરૂ કરી શકાશે

સમગ્ર રાજયમાં  કોરોનાની બીજી લહેર ના કારણે અમુક શાળાઓ  બંધ  હતી. જે હવે કોરોના કેસ  નિયંત્રણમાં  આવતા રાજયમાં  ધોરણ 1થી5ના વર્ગો શરૂ કરવાના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટત સંકેત આપ્યાં છે. રાજકોટ ભાજપના સ્નેહ મિલન દરમિયાન તેમણે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. ભાજપના સ્નેહ મિલન દરમિયાન તેમણે આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર 1થી5 ધોરણના ઓફલાઇન ક્લાસ શરૂ કરવાને લઇને ટૂંક સમયમાં જ નિર્ણય જાહેર કરશે. લગભગ દિવાળી વેકેશન ખુલતા જ પ્રાથમિક શાળાઓ શરૂ કરી દેવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે વિચાર વિમર્શ કર્યાં બાદ ટૂંક સમયમાં જ આ મુદ્દે નિર્ણય જાહેર કરાશે.રાજ્યમાં દિવાળી બાદ પ્રાથમિક શાળા શરૂ કરવાની કામગીરી શરૂ થઈ છે. શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગનું સંકલન કર્યા બાદ ધોરણ એકથી પાંચના વર્ગો શરૂ થવાના છે. 100 ટકા કે 50 ટકા વિદ્યાર્થીઓ સાથ સ્કૂલો શરૂ કરવી કે કેમ તેને લઈને આયોજન થઈ રહ્યુ છે. જે બાળકો વેકેશનમાં ગુજરાત બહાર ગયા છે તેમનો જરૂર પડ્યે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. કોરોનાના સંક્રમણની સ્થિતિ આધારે શિક્ષણ વિભાગ વર્ગો શરૂ કરવા બાબતે નિર્ણય લેશે.

ટૂંક સમયમાં જ ધોરણ 1થી5ના ઓફલાઇન ક્લાસ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. તો બીજી તરફ કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,654 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે