Not Set/ Howdy Trump/ ટ્રમ્પને આવકારવા મોટેરા સ્ટેડીયમ ખાતે તડામાર તૈયારી શરુ

25 ફ્રેબ્રુઆરીના આવશે અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે તૈયારીઓ શરુ અધિકારીઓએ કરી તૈયારીઓની સમીક્ષા ટ્રમ્પ-મોદી સાથે જ દિલ્હીથી આવશે ટ્રમ્પ તાજમહાલની મુલાકાતનો શિરસ્તો તોડશે ભારત આવનારા ટ્રમ્પ છઠ્ઠા અમેરિકન રાષ્ટ્રપતિ જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ ભારતમાં અમદાવાદ ખાતે આવી રહ્યા છે. ટ્રમ્પની મુલાકાતને લઈને અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. […]

Ahmedabad Gujarat
નવસારી 2 Howdy Trump/ ટ્રમ્પને આવકારવા મોટેરા સ્ટેડીયમ ખાતે તડામાર તૈયારી શરુ
  • 25 ફ્રેબ્રુઆરીના આવશે અમદાવાદ
  • મોટેરા સ્ટેડિયમ ખાતે તૈયારીઓ શરુ
  • અધિકારીઓએ કરી તૈયારીઓની સમીક્ષા
  • ટ્રમ્પ-મોદી સાથે દિલ્હીથી આવશે
  • ટ્રમ્પ તાજમહાલની મુલાકાતનો શિરસ્તો તોડશે
  • ભારત આવનારા ટ્રમ્પ છઠ્ઠા અમેરિકન રાષ્ટ્રપતિ

જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ ભારતમાં અમદાવાદ ખાતે આવી રહ્યા છે. ટ્રમ્પની મુલાકાતને લઈને અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દે મુખ્ય સચિવ અનિલ મુકીમ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ શુક્રવારે મોટેરા સ્ટેડિયમની મુલાકાત પણ લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકસાથે 50 થી 60 હજાર જેટલા લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમના આયોજન પાછળ 20 કરોડથી વધુના ખર્ચનો અંદાજ છે. મોટેરા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમની ચાલી રહેલી તૈયારીઓની શુક્રવારે અધિકારીઓએ સમીક્ષા કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ 150 પોલીસમેનના કાફલા સાથે સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરી હતી.

આ કાર્યક્રમમાં અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા અને સફળ બનેલા ઉદ્યોગપતિઓ ઉપરાંત ભારતમાં રોકાણ કરનારી અમેરિકન કંપનીઓના પ્રતિનિધિઓ, ભારતીય કોર્પોરેટ જગતના માંધાતાઓ તેમજ સામાજિક અને શૈક્ષણીક ક્ષેત્રના અગ્રણીઓને આમંત્રણ અપાશે. મોદી અને ટ્રમ્પ આ કાર્યક્રમ પતાવીને સીધા જ દિલ્હી જવા રવાના થઈ જશે.

ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ દિલ્હી ખાતે યોજાવાનો હતો પરંતુ દિલ્હીમાં સીએએના વિરોધમાં દેખાવો થઈ રહ્યા હોવાથી દિલ્હીમાં કાર્યક્રમ યોજવાનું માંડી વાળીને અમદાવાદની પસંદગી કરવામાં આવી છે ત્યારે ટ્ર્મ્પના સ્વાગત માટે મોટેરા સ્ટેડિયમ પર તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.