Not Set/ દિલ્હી/ પ્રજાસત્તાક દિવસની પરેડમાં છવાયો ગુજરાતનો રાણી ની વાવનો ટેબ્લો

આજે દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાષ્ટ્રીય પરેડનું આયોજન થયું હતું. જેમાં ગુજરાત રાજ્ય તરફથી રાણી ની વાવ નો ટેબ્લો દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાતનું ગૌરવ એવી  રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે. ગુજરાતના આ ટેબ્લો સાથે મોટી સંખ્યામાં કલાકારોએ ગુજરાતની ઝાંખી કરાવી હતી. આ ટેબ્લો સાથે સુપ્રસિદ્ધ ગરબો ‘હું પાટણ શેરની નારી જાઉં જળ […]

India
tablo દિલ્હી/ પ્રજાસત્તાક દિવસની પરેડમાં છવાયો ગુજરાતનો રાણી ની વાવનો ટેબ્લો

આજે દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાષ્ટ્રીય પરેડનું આયોજન થયું હતું. જેમાં ગુજરાત રાજ્ય તરફથી રાણી ની વાવ નો ટેબ્લો દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાતનું ગૌરવ એવી  રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે.

ગુજરાતના આ ટેબ્લો સાથે મોટી સંખ્યામાં કલાકારોએ ગુજરાતની ઝાંખી કરાવી હતી. આ ટેબ્લો સાથે સુપ્રસિદ્ધ ગરબો ‘હું પાટણ શેરની નારી જાઉં જળ ભરવા’ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યો હતો. અને કલાકારોએ સુંદર ગરબા સાથે પ્રસ્તૃત કર્યા હતાં.

પરેડમા આ ટેબ્લો જ્યારે આવ્યો ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા સ્મૃતી ઇરાની અને અમિત શાહના પત્ની સોનલબેન શાહે ઉભા થઇને કલાકારોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો. પુરાતત્વ ખાતાની અથાગ મહેનત બાદ ઐતિહાસિક વારસાને લોકો સમક્ષ મુકવામાં આવ્યો હતો. રાણીની વાવના શિલ્પ સ્થાપત્યને નિહાળી લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારા દ્વારા નવી 100 રૂ.ની નોટ પર રાણીની વાવને કંડારવામાં આવી છે.  જે બાદ પ્રજાસત્તાક દિનની પરેડમાં ન્યુ દિલ્હી ખાતે રાણીની વાવનો ટેબ્લો રજુ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.