સાળંગપુર વિવાદ/ સ્વામિનારાયણએ ભગવાન છે, હનુમાનજીએ અનેકવાર સેવા કરી છેઃ નૌતમ સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મથક એવા વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના અગ્રણી સંત નૌતમ સ્વામીએ આ વિષય ઉપર ખંભાતમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું.

Top Stories Gujarat Others
Untitled 6 સ્વામિનારાયણએ ભગવાન છે, હનુમાનજીએ અનેકવાર સેવા કરી છેઃ નૌતમ સ્વામી

Anand: ગુજરાતના બોટાદ જિલ્લામાં પવનપુત્ર હનુમાનજીના અપમાનનો મામલો જોર પકડી રહ્યો છે. કેટલીક તસવીરોમાં તેમને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં સ્થિત સલંગપુરના રાજા (બજરંગ બલી)ની મૂર્તિની નીચે સહજાનંદ સ્વામી સમક્ષ નમન કરતા દર્શાવવામાં આવ્યા હતા. આ પછી શરૂ થયેલા વિવાદમાં અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. આ મામલો દરેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ વિષય પર ઘણા લોકો પોત પોતાના વ્યક્તિગત વિચારો વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મથક એવા વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના અગ્રણી સંત નૌતમ સ્વામીએ આ વિષય ઉપર ખંભાતમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું.

વડતાલના સંત નૌતમ સ્વામીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્વામીનારાયણ સંપ્રદાયનો ક્યારેય કોઈ ભગવાનને કે ભગવાનના અવતારોનું અપમાન કરવાનો કોઈનો પણ હેતુ હોતો નથી, છે નહી અને હોઈ પણ ના શકે. સંપ્રદાયના હજારો મંદિરોમાં હનુમાનજી અને વિઘ્ન વિનાયક દેવની પૂજા થાય છે. સ્વામિનારાયણ પોતે ભગવાન છે, તે વાતને કાઢવાનો પ્રયત્ન કરતું હોય તો એ વાત જરા પણ ગ્રાહ્ય નથી. ભગવાન સ્વામિનારાયણ કલયુગમાં જન્મ લઇ અધર્મનો નાશ કર્યો છે. લોકો હાલમાં જે વાતો કરે છે તેનાથી સત્સંગીઓએ ડી મોરલાઈઝ થવાની જરૂર નથી.

કોઈને વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ પર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે તો તેનો કોર્ટમાં યોગ્ય જવાબ આપવો પડશે. સ્વામિનારાયણ ભગવાનનું એવું કોઈ મંદિર નથી જ્યાં હનુમાનજી મહારાજ અને વિધ્ન વિનાયક દેવ ન હોય. નૌતમ સ્વામીના આ નિવેદન બાદ હવે સંતો મહંતોની પ્રતિક્રિયા ઉપર સૌની નજર રહેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા ધ કિંગ ઓફ સારંગપુરની આસપાસ ભીંત ચિત્રો કંડારવામાં આવ્યા છે જેમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે ચીતરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

આપણા સૌ સત્સંગીઓએ આ બાબતે નીડર રહેવું. હું સૌ સંતોને વિનંતી કરું છું કે, સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવામાં હાજર રહીને સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત તેનાથી નાના-મોટા પ્રશ્નો હોય, તો યોગ્ય ફોરમ પર જઈને તેની ચર્ચા કરઈ શકે છે. કેટલાક લોકો આ સંદર્ભે કોર્ટમાં ગયા છે, તો તેઓને કોર્ટમાં યોગ્ય જવાબ આપવો પડશે. નાના-મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, જે હનુમાનજી મહારાજની મૂર્તિ છે એનાથી જ આપણને ગૌરવ છે. સ્વામિનારાયણ ભગવાનનું એવું કોઈ મંદિર નથી, જ્યાં હનુમાનજી અને વિધ્ન વિનાયક દેવ ના હોય. સ્વામિનારાયણ ભગવાનના એક યોગી દ્વારા સ્થાપવામાં આવેલા આ ભગવાન છે. આ સામાન્ય હનુમાનજી મહારાજ નથી, આ કષ્ટભંજન દેવ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા હનુમાનજી છે.

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રાજ્યમાં હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ સહિત સેવા શરૂ કરી છે. આ સંપ્રદાય ગુજરાતની ભૂમિ માટે શોભારૂપ છે. કોઇ પણ ભગવાનનું અપમાન કર્યું નથી. સૌ સંપ્રદાયે અને આપણે સૌ સંત સાથે મળી તમામ સંપ્રદાય સાથે મળીને હિન્દુ ધર્મના સનાતનને મજબુત કરવાની જરૂર છે. આપણે સૌએ એક થઇ સામનો કરવો જરૂરી છે નહીં કે નાની બાબતે અંદરો અંદર લડવા કરતાં હિન્દુ ધર્મના રક્ષણ માટે ભેગા થવાની જરૂર છે. કેટલાંક અન્ય ધર્મો દ્વારા હિન્દુ ધર્મને તોડવાના પ્રયાસ કરાઇ રહ્યાં છે.

શું છે વિવાદ?

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટ ઊંચાઈની હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની નીચે અનેક ચિત્રો કંડારવામાં આવ્યા છે. આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ