Political/ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષ પર કર્યા પ્રહાર,ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય ?

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સ મોટી માત્રામાં પકડાઇ રહ્યું છે અને હજુપણ પકડાઇ રહ્યો છે.ડ્રગ્સના ડિલરો માટે રાજ્ય ડ્રગ્સનો હબ બની ગયો છે

Top Stories Gujarat
2 4 રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષ પર કર્યા પ્રહાર,ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય ?

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સ મોટી માત્રામાં પકડાઇ રહ્યું છે અને હજુપણ પકડાઇ રહ્યો છે.ડ્રગ્સના ડિલરો માટે રાજ્ય ડ્રગ્સનો હબ બની ગયો છે.દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે. આ ડ્રગ્સ મોટી માત્રામાં પોલીસ પકડી રહી છે પરતું આ મામલે રાજનીતિ અનેક પાર્ટીઓ કરી રહી છે, વિરોધ પાર્ટીઓ આને મુદ્દો બનાવી રહી છે. એવામાં રાજ્યના ગૃહમંત્રીએ આ મામલે વિરોધ પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા

ઉલ્લેખનીય છે  કે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું  કે  ડ્રગ્સના વિષયમાં જ્યારે ગુજરાત પોલીસ ભારત અને પાકિસ્તાન ની સીમા પર જઈ, ગોળીઓનો સામનો કરીને આટલા મોટા રેકેટ પકડે ત્યારે ભલે આપ એને અભિનદનના આપો પરંતુ આ જવાનોનું મોરલ તોડવાનું કામ કરનાર વ્યક્તિઓ ગુજરાતનું અહિત કરી રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે    શું ડ્રગ્સ વેચનાર લોકો, પોલીસ સ્ટેશન પર સામેથી આવીને ડ્રગ્સ જમા કરવી જાય છે? ડ્રગ્સ સામેની આ લડાઈ અમારા માટે રાજનૈતિક વિષય નથી.

દુનિયાભરમાં ડ્રગ્સ એક ફેશન બન્યું છે તેમાં ગુજરાતના યુવાનો ના સંડોવાય તે માટે તમામ દિશા એ એક સાથે કામગીરી ચાલે છે. આ દુષણથી થતું નુકશાન લોકજાગૃતિ થકી, દૂષણ માં સપડાયેલા યુવાનોને બહાર લાવવા માટેના પ્રયાસો દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવા જેવા તમામ વિષયો અને સાથે ડ્રગ્સના કાર્ટલ પર સખ્તાઈ જેવા પગલાં દ્વારા તમામ દિશામાં એક સાથે કામ કરીને ગુજરાતને અને દેશને આ દૂષણથી બચાવવાનું છે.

 તેમણે જણાવ્યું હતું કે   પડે સૌ જાણીએ છીએ કે દેશનું કયું રાજ્ય ડ્રગ્સનું કેપિટલ ગણાય છે અને ત્યાં શું હાલત છે અને ત્યાં કોની સરકાર છે. ડ્રગ્સ બાબતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલી કામગીરી ખૂબ જ નોંધપાત્ર છે અને આ દિશામાં રાજ્ય સરકાર હજુ વધુ કડક રીતે કામ કરવા મક્કમ છે