Not Set/ અમદાવાદ/ ઓઢવ, રામોલ અને શાહપુર ખાતેથી ચાઇનીઝ દોરી વેચતા મોતનાં સોદાગરોની ધરપકડ

ચાઇનીઝ દોરી વેચતા મોતનાં સોદાગરોની ધરપકડ ઓઢવ, રામોલ અને શાહપુરમાં પકડાયા ચાઇનીઝ ટેલર અમદાવાદમાં 200 કરતા વધુ ચાઈનીઝ ટેલર મળી આવ્યા ઉત્તરાયણના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે પતંગ રસિકોની બજારમાં ભીડ જોવા મળી રહી છે. દર વર્ષે અનેક વાહન ચાલકોનો ભોગ લેતી ચાઈનીઝ દોરી વેચનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. […]

Ahmedabad Gujarat
પતંગ 1 અમદાવાદ/ ઓઢવ, રામોલ અને શાહપુર ખાતેથી ચાઇનીઝ દોરી વેચતા મોતનાં સોદાગરોની ધરપકડ
  • ચાઇનીઝ દોરી વેચતા મોતનાં સોદાગરોની ધરપકડ
  • ઓઢવ, રામોલ અને શાહપુરમાં પકડાયા ચાઇનીઝ ટેલર
  • અમદાવાદમાં 200 કરતા વધુ ચાઈનીઝ ટેલર મળી આવ્યા

ઉત્તરાયણના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે પતંગ રસિકોની બજારમાં ભીડ જોવા મળી રહી છે. દર વર્ષે અનેક વાહન ચાલકોનો ભોગ લેતી ચાઈનીઝ દોરી વેચનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે 200 કરતા વધુ ચાઈનીઝ દોરીના ટેલર પકડ્યા હતા. અમુક લાલચુ વેપારીઓ ચાઈનીઝ દોરીના ટેલર મંગાવીને ડબલ ભાવે વેચીને પૈસા કમાતા હોય છે.

Image result for ચાઈનીઝ દોરી તુક્કલ

ઓઢવ

ઓઢવ પોલીસે ચાઈનીઝ દોરીના 83 ટેલર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. વિસીત શાહ નામનો યુવક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતુ હોવાની માહિતીના આધારે આ દોરી ઝડપી હતી. તમામ ટેલર કબ્જે કરીને પોલીસે આ ટેલર ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી કે ટુકકલનું વેચાણ કરી શકાય નહીં તેમ છતાં અમુક લાલચુ વેપારીઓ ચાઈનીઝ દોરીના ટેલર મંગાવીને ડબલ ભાવે વેચીને પૈસા કમાતા હોય છે.

Image result for ચાઈનીઝ દોરી તુક્કલ

શાહપુર

શાહપુર પોલીસે પણ બાતમીના આધારે 96 ચાઈનીઝ દોરીમાં ટેલર સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. કાલુપુરમાં સીઝનેબલ સ્ટોર ચલાવતા વેપારી મોહમંદ રફીક શેખે આ ચાઇનીઝ દોરી મંગાવી હતી.  જેથી પોલીસે રિક્ષાચાલક અને વેપારીની ધરપકડ કરી હતી. તેઓનાં પાસેથી કબ્જે કરેલા બે બોક્ષમાં 96 નંગ દોરી મળી આવતા પોલીસે આ દોરી ક્યાંથી લાવવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

Image result for ચાઈનીઝ દોરી તુક્કલ

ચાઇનીઝ દોરીથી થતા અકસ્માતોને જોઇને વાહનચાલકો હવે ટુવ્હીલર પર ખાસ પ્રકારનાં તાર લગાવે છે.  જેથી રસ્તામાં ચાઇનીઝ દોરી ગળામાં ફસાવાથી અકસ્માત ન સર્જાય.  ત્યારે મંતવ્ય ન્યૂઝ તેમજ પોલીસ પણ અપીલ કરી રહી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો અને કોઇ પણ વ્યક્તિ ચાઇનીઝ દોરીનો વેચાણ કરતા ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરો.  જેથી આ ઉત્તરાયણનાં પર્વમાં ચાઇનીઝ દોરીથી કોઇ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો ન આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.