Not Set/ જુઓ, આજની હેડલાઈન

4:00pm પાલનપુર: સિવિલ હોસ્પિટલનો ખાનગીકરણ મામલો સામે  આવતા એમસીઆઈની ટીમ  સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. ખાનગીકરણ મામલે કોંગ્રેસનાં કાર્યકરોએ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. ———————————————————————————————— બનાસકાંઠા:  વિરમપુર પાસેથી ૫  ઓવરલોડ ટ્રક ઝડપાઇ હતા. આ ટ્રકોને વહેલી સવારે પકડી પાડવામાં આવી હતી.અમીરગઢ પોલીસ અને સ્થાનિક તંત્રનું સંયુક્ત ઓપરેશન સફળ રહ્યું.  આ ટ્રકો રોયલ્ટી વિના ગેરકાયદેર રીતે ચાલતી હતી. ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ———————————————————————————————— બનાસકાંઠા: થરાદના દિદેડા ગામમાં યુવકની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.આ […]

Gujarat

4:00pm

પાલનપુર: સિવિલ હોસ્પિટલનો ખાનગીકરણ મામલો સામે  આવતા એમસીઆઈની ટીમ  સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. ખાનગીકરણ મામલે કોંગ્રેસનાં કાર્યકરોએ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

————————————————————————————————

બનાસકાંઠા:  વિરમપુર પાસેથી ૫  ઓવરલોડ ટ્રક ઝડપાઇ હતા. આ ટ્રકોને વહેલી સવારે પકડી પાડવામાં આવી હતી.અમીરગઢ પોલીસ અને સ્થાનિક તંત્રનું સંયુક્ત ઓપરેશન સફળ રહ્યું.  આ ટ્રકો રોયલ્ટી વિના ગેરકાયદેર રીતે ચાલતી હતી. ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————————————————————————

બનાસકાંઠા: થરાદના દિદેડા ગામમાં યુવકની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.આ હત્યા  તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરાઈ હતી. યુવકની હત્યા કરી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

————————————————————————————————

માંડવી:  જીઆઇડીસીની સુમંગલ નામની   કંપનીમાં આગની ઘટના સામે આવી. કંપનીના ગોડાઉનમાં આગથી લોકોમાં ભય છવાઈ ગયો છે. આ આગ લાગવાનું કારણ અકબંધ રાખવામાં આવ્યું છે. આ આગમાં લાખોનો માલસામાન સળગીને ખાખ  થઇ ગયો હતો. ઘટના સ્થળે બે ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

——————————————————————————————————

12:30

બનાસકાંઠા : થરાદના દેદરડા ગામે એક યુવક હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળનુ કારણ હજુ પણ અકબંધ છે. યુવકના પરિવારજનોએ થરાદ પોલીસને જાણ કરી. થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

————————————————————————————————

નવસારી : ગણદેવીના અભેટા ગામ પાસે ત્રિપલ અકસ્માત થવાની ઘટના સામે આવી છે. શેરડી ભેરલી ટ્રક,ટેમ્પો ,અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકનું મોત થયું છે. અને   સાત ઘાયલ  હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા આવ્યા છે.

————————————————————————————————

અમદાવાદ : પીએમ મોદીનુ  અમદાવાદ એરપોર્ટ પર આગમન થઇ ગયું હતું. એરપોર્ટ પર રાજ્ય ઓપી કોહલીએ કર્યું પીએમ મોદીનુ સ્વાગત, સાથે સાથે સીએમ વિજય રુપાણીએ પણ કર્યું પીએમ મોદીનુ સ્વાગત,

—————————————————————————————–

અમદાવાદ : પીએમ મોદી અને ઇઝરાયેલા પીએમ નેતન્યાહુએ અમદાવાદમાં રોડ-શો યોજ્યો હતો.આ રોડ-શોને કારણે અમદાવાદના અમુક રસ્તાઓ  પર ટ્રાફિક ડાયવર્ટ કરાવવામાં આવ્યો છે. સવારના ૭:૩૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ટ્રાફિક ડાયવર્ટ રહેશે. અમદાવાદ એરપોર્ટ અને ગાંધીનગર જતા રોડ પર ટ્રાફિક કરાયો ડાયવર્ટ કરાવવામાં આવ્યો છે.