Ahmedabad News : અમદાવાદના ચેનપુર વિસ્તારમાં મંદિરની જમીન મામલે સ્થાનિકો અને પોલીસ આમને સામને આવી ગયા હતા. ચેનપુર વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી નજીક આવેલા પીપળેશ્વર મહાદેવ તથા શનિ મંદિર જમીન મામલે આ વિવાદ પેદા થયો હતો. રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા તથા મંદિરની જમીન મામલે બન્ને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો.
જેમાં બુલેટ ટ્રેનના અધિકારીઓ 11 ડિસેમ્બરના રોજ સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચી ગયા હતા. બીજીતરફ મંદિર તરફથી તથા સ્થાનિકો મારફતે રામધૂન શરૂ કરી દેવાઈ હતી.
આમ જમીન મામલે સ્થાનિકો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ વચ્ચે વિવાદ થયો હતો. જે જગ્યા રેલવે વિભાગ દ્રારા ફળવવામાં આવી છે તે જગ્યા પર બુલેટ ટ્રેનની વધારાની કામગીરી શરૂ કરવામાં આવવાની હતી. બીજીતરફ સ્થાનિકો દ્વારા સવારથી જ રામધૂન શરૂ કરી દેવાઈ હતી. જેને પગલે સાબરમતી પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બાદમાં 15 મિનીટમાં જગ્યા ખાલી કરવા પોલીસે જાહેરાત કરી હતી.
માઈકમાં પોલીસે એનાઉન્સમેન્ટ કરીને 10થી 15 મિનિટમાં જગ્યા ખાલી કરવા જણાવાયું હતું. આ જગ્યા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે લેવાની હોવાથી ખાલી કરવા જણાવાયું હતું. જો જમીન ખાલી નહી કરાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે, એમ પોલીસે કહ્યું હતું. પોલીસના 50થી વધુ કર્મચારીઓ અને પાંચ જેટલા વાહનોની મદદથી જગ્યા લેવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરવામાંઆવ્યો હતો.
ચર્ચાના અંતે બન્ને પક્ષો વચ્ચે પોલીસે સમાધાન કરાવ્યું
પોલીસે ચર્ચા બાદ સ્થાનિકો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ વચ્ચે જમીનની માપણી માટે વચલો રસ્તો કઢાયો હતો. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે જ્વારા જે જગ્યા ફાળવાઈ છે તે સુંપૂર્ણ જગ્યા લેવાની જગ્યાએ વચ્ચેનો માપણીની ક્ષેત્રફળ મુજબની જગ્યા માપીને લેવા સમાધાન કરાયું છે. આમ સ્થાનિકો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ વચ્ચે જગ્યા ફળવણીને લઈને સમાધાન થયું હતું. જેમાં મંદિરમાંજવા માટેની જગ્યા છોડીને બાકીની જગ્યા પર કબજો લેવા બુલેટ ટ્રેન પ્રોડેક્ટના અધિકારીઓ દ્વારા માપણી કરવામાંઆવી છે.
સ્થાનિકોએ જગ્યા પુરાવા રજૂ કર્યા
સાબરમતી પોલીસ સ્ટેશનના મોટા બંદોબસ્ત સાથે સવારથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ આવી ગયા હતા. તે સમયે સ્થાનિકોની રામધૂન ચાલુ હતી. પોલીસે પ્રથમ લોકોને જગ્યા આપવા જણાવાયું હતું. આથી સ્થાનિકોએ જગ્યાના માલિક તરીકે ખેડૂત હોવા અંગેના પુરાવા રજૂ કર્યા હતા. ઉપરાંત જમીન સંપાદન કરાઈ હોવાના રેલવે પાસે પુરાવા હોય તો રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.
બાદમાં બન્ને પક્ષો વચ્ચે રકઝક થતા પોલીસે બન્ને પક્ષોને સમજાવ્યા હતા. બાદમાં જમીન માપણી અને જગ્યા મામલે બન્ને પક્ષો વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાં મંદિમાં જવા માટેની જગ્યા બાબતે સમાધાન થયું હતું. જેમાંસંપૂર્ણ જગ્યા લેવાને બદલે થોડી જગ્યા છોડીને બાકીની જગ્યામાં પતરા મારવા બાબતે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

