પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંના એક એવા કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે સી પ્લેન વિમાનસેવા શરુ કરવામાં આવી હતી. આ વિમાનસેવા 31 ઓકટોબર, 2020થી શરુ કરાઈ હતી, જો કે ત્યારબાદ આજ દિવસ સુધીના ગાળામાં આ વિમાનસેવાને અનેકવાર બંધ થવાના સમાચાર આવ્યા છે. આ જ સંજોગોમાં સી પ્લેનની સર્વિસ 10 એપ્રિલ, 2021 સુધી જ ચાલી હતી, જો કે ત્યારબાદ આ સેવા બંધ કરાઈ હતી, પરંતુ હવે હવે ફરીથી સી પ્લેનની આ સુવિધા શરૂ થઈ રહી છે.
જૂન મહિનામાં સી પ્લેનની સેવા ફરીથી શરૂ થશે
સી પ્લેન સેવાની વાત કરીએ તો, આ વિમાનમાં સિંગલ એન્જિન છે અને સી પ્લેન 9 સીટરનું રહેશે. આ વિમાનસેવા અઠવાડિયામાં છ દિવસ ઓપરેટ કરાશે અને ગુજરાત સરકારની કંપની ગુજસેલ દ્વારા ટિકિટનો દર નક્કી કરાયો છે. મુસાફર દીઠ ટિકિટનો દર રૂ.4999 રહેશે. જ્યારે સ્ટાફ સહિતની અન્ય કામગીરી તેમજ જરૂરી મેન્ટેનન્સ ખાનગી કંપનીને કરવાનું રહેશે.
આ સાથે સાથે ટિકિટની તમામ આવક કંપનીએ ગુજસેલને આપવાની રહેશે. સી પ્લેન ચલાવવાનો મહિનાનો ખર્ચ રૂપિયા 1.62 કરોડનો થશે અને કંપનીએ મીનીમમ 80 કલાકનું ઓપરેશન ચાલુ રાખવાનું રહેશે.
આપને જણાવી દઈએ કે, આ પ્લેનની સુવિધા લોકો માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું અને આ સેવા બંધ થયા બાદ લોકો તરફથી સી પ્લેનની સુવિધા શરૂ કરવાની માગણીઓ આવી રહી હતી. જેને પગલે ગુજરાત સરકારે સી પ્લેનની સુવિધા નવેસરથી ચાલુ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો :અડાજણમાંથી મળ્યો નશાકારક દવાઓનો જથ્થો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ કોવિંદનું વિધાનસભામાં સંબોધન, કહ્યું- ગુજરાત સાથે મારો જુનો સંબંધ છે
આ પણ વાંચો : ધો. 10ની વિદ્યાર્થિનીએ પરીક્ષાના ટેન્શનમાં આવીને કર્યો આપઘાતનો પ્રયાસ, ગટગટાવ્યું એસિડ
આ પણ વાંચો : રાજકોટના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે લોકોને લીધા હડફેટે, એકનું મોત
