પશ્ચિમ બંગાળના બીરભૂમના રામપુરહાટમાં થયેલી હિંસા અંગે ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યું હતું. પાર્ટીના નેતાઓએ અમિત શાહને બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરને હટાવવાની માંગ કરી હતી.
અમિત શાહને મળ્યા બાદ ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે, રામપુરહાટ, બીરભૂમની ઘટનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના રાજ્યપાલને હટાવવા જોઈએ. તેમનું કામ આપણી બંધારણીય વ્યવસ્થા વિરુદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે અમે રાજ્યપાલને આપેલા પત્રની કોપી સીએમ દ્વારા ગૃહમંત્રીને આપી છે. અમારા મુખ્યમંત્રી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે, કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં.
રાજ્યપાલ જગદીપ ધનકરે કહ્યું કે આ એક શરમજનક ઘટના છે અને શાસન પર અમીટ કલંક છે. લોકશાહીમાં લોકોને આ રીતે જીવતા સળગાવી દેવા ખૂબ જ દુઃખદ છે. હું સરકારને અપીલ કરું છું કે તેઓ બચાવ કરવાની જગ્યાએ પાઠ શીખે. તેમણે કહ્યું કે આ ઘટનાથી આપણું માથું શરમથી ઝૂકી ગયું છે.
આ પણ વાંચો: કોરોનાથી મૃત્યુના ખોટા દાવાની તપાસ થશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપી મંજૂરી
આ પણ વાંચો:ભગવંત માનનો દાવો, પંજાબ સરકાર ભગત સિંહને શહીદનો દરજ્જો આપશે
