પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી સીએમ ભગવંત માન શહીદ ભગત સિંહની વિચારધારાને આગળ ધપાવવાનો દાવો કરી રહ્યા છે. ભગવંત માને ખટકર કલાનની મુલાકાત લઈને ભગતસિંહના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે, રાજ્ય સરકાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો અપાવવા માટે ભરપૂર પ્રયાસ કરશે.
મુખ્યમંત્રીએ તેમના ભત્રીજા અભય સિંહના પત્ની તેજી સંધુ અને ભગત સિંહના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા તેમને ખાતરી આપી હતી કે, ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયકને શહીદનો દરજ્જો મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
ભગવંત માને શોક વ્યક્ત કર્યો હતો કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આઝાદીના 70 વર્ષથી વધુ સમય પછી પણ તેમને આ દરજ્જો આપવામાં આવ્યો નથી. માનએ કહ્યું કે દેશને બ્રિટિશ સામ્રાજ્યવાદની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે સમગ્ર દેશ આ મહાન શહીદનો હંમેશા આભારી રહેશે.
ભગવંત માને આ દાવો કર્યો હતો
શહીદ-એ-આઝમ ભગતસિંહના સપનાઓને સાકાર કરવા માટે લોકોના સંપૂર્ણ સમર્થનની માંગ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે “આમ આદમી પાર્ટીની સરકાર ભગતસિંહની આકાંક્ષાઓને વળગી રહેવા અને સુમેળભર્યા અને સમાનતાવાદી સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.”
આપને જણાવી દઈએ કે, ભગવંત માન ભગત સિંહને પોતાનો આદર્શ ગણાવે છે. ભગવંત માને ભગત સિંહના ગામ ખટકર કલાનની મુલાકાત લઈને પંજાબના સીએમ તરીકે શપથ લીધા. આ ઉપરાંત ભગવંત માને ભગતસિંહના શહીદ દિવસ પર જાહેર રજાની પણ જાહેરાત કરી હતી. એટલું જ નહીં, ભગવંત માનની સરકાર પંજાબ વિધાનસભામાં ભગતસિંહની પ્રતિમા પણ સ્થાપિત કરાવશે.
આ પણ વાંચો:બીરભૂમ હિંસા કેસ: મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે બોગતુઈ ગામની મુલાકાત લેશે
આ પણ વાંચો: બીરભૂમ હિંસા મામલે રાજકારણ ગરમાયું, TMC સાંસદ ગૃહમંત્રી અમિત શાહને મળશે
