gujrat election 2022/ ભાજપે વધુ 12 બળવાખોરો નેતાઓને કર્યા સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં ઉભી થયેલી નારાજગીને પગલે અનેક બેઠકો પર ભાજપના જ મોટા નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
  • ભાજપે વધુ 12 બળવાખોરોને સસ્પેન્ડ કર્યા
  • દિનુ પટેલ,મધુ શ્રીવાસ્તવ,ઉદય શાહ સસ્પેન્ડ
  • કુલદિપસિંહ રાઉલ,રમેશ ઝાલા સસ્પેન્ડ
  • રામસિંહ ઠાકોર,માવજી દેસાઈ સસ્પેન્ડ
  • લેબજી ઠાકોર,એસએમ ખાંટ સસ્પેન્ડ
  • ખતુભાઈ પગીને ભાજપે સસ્પેન્ડ કર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં ઉભી થયેલી નારાજગીને પગલે અનેક બેઠકો પર ભાજપના જ મોટા નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેને લઈને પાર્ટીમાં અનેક મતભેદો જોવા મળી રહ્યા હતા. ત્યારે ફરી એક વખત બીજેપીના હાઇકમાન્ડે પોતાનો પાવર બતાવીને બળવાખોર 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.

નોંધનીય છે કે  હાઇકમાન્ડ અને સિનિયર નેતાઓ દ્વારા સમજાવ્યા છતાં અપક્ષ ઉમેદવારી કરનારા બળવાખોર નેતાઓએ પોતાની ઉમેદવારી પછી ન ખેંચતા પ્રદેશ કક્ષાએથી હવે આવા નેતાઓ સામે કડક કાર્યવાહી  કરવામાં આવી છે. ભાજપે પહેલા 7 અને હવે 12 બળવાખોર નેતાઓએ સસ્પેંડ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ પક્ષ પલટો અને અંદરો અંદરની ભાંજગડો શરૂ થઇ ગઇ છે. ત્યારે બીજેપી કોઇ પણ ભોગે પક્ષનું નુકશાન ભોગવવા તૈયાર નથી તે સ્પષ્ટ જોવાઇ રહ્યું છે.