Himmatnagar News: હિંમતનગરમાં 30મા ગણેશ મહોત્સવના સમાપન પ્રસંગે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો. ઢોલ-નગારાના તાલે અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ગણપતિ બાપ્પાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી.
Himmatnagarમાં ગણપતિ બાપ્પાની ભવ્ય વિસર્જન યાત્રા
હિંમતનગરના વિનાયકનગર ખાતે શ્રી ગણેશ યુવક મંડળ (Shri Ganesh Yuvak Mandal)અને અષ્ટવિનાયક ગણપતિ મંદિર દ્વારા 30મા ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav)નું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન ગણપતિજીની પૂજા-અર્ચના, આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
મહોત્સવના અંતિમ દિવસે બપોરે વિનાયકનગરથી ગણપતિ બાપ્પાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. ઢોલ-નગારાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ઢોલ-નગારાના તાલે ઝૂમ્યા ભક્તો
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. નાચતા-ગાતા ભક્તોએ બાપ્પા પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરિયા… (Ganpati Bappa Morya)આવતા વર્ષે વહેલા આવજો…’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિનાયકનગરથી શરૂ થયેલી શોભાયાત્રા હિંમતનગર શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સિવિલ સર્કલ સુધી પહોંચી હતી.
પ્રાંતિજના બોખ ખાતે બાપ્પાનું વિસર્જન
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગણપતિજીની પ્રતિમાને પ્રાંતિજના બોખ ખાતે લઈ જવામાં આવી હતી. અહીં ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના બાદ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
બાપ્પાની વિદાયની ક્ષણે ભક્તોમાં ઉત્સાહની સાથે ભાવુકતા પણ જોવા મળી હતી. 30મા ગણેશ મહોત્સવના સમાપન સાથે ભક્તોએ ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપી અને આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?
આ પણ વાંચો: મુંબઈના ભુલેશ્વરમાં ગણપતિની મૂર્તિ પડી, 2નાં મોત; 5 લોકો ઘાયલ
આ પણ વાંચો: ગણપતિ વિસર્જન દુર્ઘટના, યુવાન નદીના વ્હેણમાં તણાઇ જતાં મોતને ભેટ્યો!
