ગાંધીનગર,
ગાંધીનગરમાં મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સભા દરમિયાન કોર્પોરેટરોએ ખુરશીઓ ઉછાળી હતી. સભામાં માઈક અને ખુરશીઓની તોડફોડ કરાઈ. ત્યારે ઝપાઝપીમાં કોંગ્રેસના કોર્પોરેટર જીતુ રાયકા ઘાયલ થયા.
જીતુ રાયકાને પગના ભાગે કાચ વાગ્યા હતા. પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે પણ ઝપાઝપી થઇ હતી. સભામાં છુટાહાથની મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા.
મેયર અને ડેપ્યુટી મેયર તરીકેની ચુંટણી પ્રકિયા પૂર્ણ થઈ. નવા મેયર તરીકે રીટાબેનનું નામ લગભગ નક્કી છે. ભાજપના રીટાબેનને 16 મત મળ્યા છે.
કોંગ્રેસના પિંકી પટેલને 14 મત મળ્યા છે. કોંગ્રેસના ડે.મેયર તરીકે જીતુ રાયકા ઉમેદવાર છે.
કોંગ્રેસના જીતુ રાયકાને 14 મત મળ્યા.
ભાજપના ડે. મેયર તરીકે નાજાભાઈ ઘાંઘર ઉમેદવાર છે.
.ભાજપના નાજાભાઈ ઘાંઘરને 16 મત મળ્યા છે.
