Gandhinagar News/ ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સને મળશે ગતિ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે

ગાંધીનગરમાં નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે યોજાયેલી બેઠકમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની જાહેરાત સાથે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Review meeting on Expressway projects held.

Gandhinagar News: ગુજરાતમાં માર્ગ સુવિધાઓને વધુ આધુનિક અને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી અને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ખાસ કરીને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે (Expressway) ભાવનગર સુધી લંબાશે

ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું માર્ગ જોડાણ વધુ મજબૂત બનશે.

Review meeting on Expressway projects held.
Review meeting on Expressway projects held.

પાલનપુર-સામખિયાળી કોરિડોરમાં ઝડપ લાવવાનો અનુરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના માર્ગ વિસ્તરણના કામોમાં ઝડપ લાવવા કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો હતો. બેઠકમાં આ પ્રોજેક્ટને રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો.

નેશનલ હાઈવેના અનેક પ્રોજેક્ટ્સની સમીક્ષા

બેઠક દરમિયાન વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48, મોરબી–સામખિયાળી માર્ગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.

સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે દરખાસ્ત મોકલવા સૂચન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજ્ય સરકારને સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ નેશનલ હાઈવેના નવા અને પ્રગતિમાં રહેલા કામો માટે ત્વરિત દરખાસ્તો મોકલવા અનુરોધ કર્યો હતો, જેથી વિકાસકાર્યોને વધુ ગતિ મળી શકે.

ગુજરાત મોડલને દેશ માટે ગણાવ્યું ઉદાહરણ

રોડના DPR તૈયાર થતી વખતે જમીન સંપાદનની પ્રક્રિયા સરળ બનાવવા માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત સરકારના મોડલની ગડકરીએ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ મોડલ સમગ્ર દેશ માટે માર્ગદર્શક બની શકે છે.

પર્યાવરણ સાથે વિકાસ પર ભાર

માર્ગ વિસ્તરણ દરમિયાન આવતા વૃક્ષોને કાપવાના બદલે તે જ માર્ગ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સૂચના પણ કેન્દ્રીય મંત્રીએ આપી હતી. તેમણે પર્યાવરણપ્રિય વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


આ પણ વાંચો: 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સ નિયમમાં મોટો ફેરફાર, અધૂરા એક્સપ્રેસ-વે પર હવે ઓછો ટોલ વસૂલાશે

આ પણ વાંચો: હવામાં ઉડતી ગાડીઓ! દિલ્લી-વડોદરા એક્સપ્રેસ-વેનો વીડિયો, કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ

આ પણ વાંચો: માત્ર 24 કલાકમાં 2 કિલોમીટર લાંબો હાઇવે નિર્માણ કરીને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે એ નોંધાવ્યા 4 વર્લ્ડ રેકોર્ડસ