Not Set/ વડોદરા: 14 વર્ષની વિદ્યાર્થીની પર 19 વર્ષના યુવકે કર્યો રેપ,પરિવારે પીછો કરતા ભાંડો ફૂટ્યો

વડોદરામાં એક ચકચારી ઘટનામાં 19 વર્ષના છોકરાએ 14 વર્ષની સગીરા પર વારંવાર રેપ કર્યો છે.છોકરીના પરિવારે કરેલી પોલીસ ફરિયાદમાં અત્યંત ચોંકાવનારા આરોપો મુક્યા હતા. આ ફરિયાદ પ્રમાણે માંજલપુરમાં રહેતા તૌસીફ ઇમરાન નામના આરોપીએ વારંવાર છોકરી સાથે દુષ્કર્મ આચર્યું અને આટલું ઓછું હોય તેમ તેનો વીડિયો પણ મોબાઈલમાં રેકોર્ડ કર્યો. પીડિત છોકરી શહેરની જાણીતી સ્કૂલમાં ધોરણ […]

Top Stories Gujarat Vadodara Videos

વડોદરામાં એક ચકચારી ઘટનામાં 19 વર્ષના છોકરાએ 14 વર્ષની સગીરા પર વારંવાર રેપ કર્યો છે.છોકરીના પરિવારે કરેલી પોલીસ ફરિયાદમાં અત્યંત ચોંકાવનારા આરોપો મુક્યા હતા.

આ ફરિયાદ પ્રમાણે માંજલપુરમાં રહેતા તૌસીફ ઇમરાન નામના આરોપીએ વારંવાર છોકરી સાથે દુષ્કર્મ આચર્યું અને આટલું ઓછું હોય તેમ તેનો વીડિયો પણ મોબાઈલમાં રેકોર્ડ કર્યો. પીડિત છોકરી શહેરની જાણીતી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે.

છેલ્લા 3 મહિનાથી તૌસીફ પીડિતાને શહેરના જુદા-જુદા જાહેર બગીચામાં લઈ જઈને રેપ કરતો હતો.તૌસીફે  છોકરીને લગ્ન કરવાની લાલચ આપી જેના કારણે તે ધર્મપરિવર્તન કરવા તૈયાર થઈ ગઈ.

ધોરણ 12માં અભ્યાસ કરતો તૌસીફ છોકરીને લાલબાગ ગાર્ડન અને પ્રતાપનગર-મકરપુરા રોડ પાસે આવેલા ONGC કેમ્પસ પાસે સ્કૂલ છૂટ્યા પછી લઈ જતો. અને બાદમાં તેનું શારીરિક શોષણ કરતો હતો.તૌસીફ ખાન પીડિતાને ઓરલ સેક્સ કરવા મજબૂર કરતો હતો અને ફોનમાં વીડિયો રેકોર્ડ કરતો હતો.

પીડિતાને પરિવારને આ વાતની જાણ થતા તેમણે છોકરીનો પીછો કરતા આ કૃત્ય સામે આવ્યું હતું.આ મામલે પીડિતાના પરિવારજનોએ તૌસીફ સાથે વાત કરી તો એણે વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી.

પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યું કે, તૌસીફે પીડિતાના વીડિયો અને તસવીરો ટિક ટોક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા હતા. પોલીસે તૌસીફ સામે બળાત્કાર, ત્રાસ, ફોસલાવીને લઈ જવું, ગુનાહિત ધાકધમકી અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સ) એક્ટનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો છે.

પોલીસે તૌસિફની અટકાયત કરી છે.પોલીસે જણાવ્યું કે, તૌસીફ હિસ્ટરીશીટર છે. 2017માં તેની સામે સગીર વયની છોકરીનું શારીરિક શોષણ કરવાના આરોપમાં POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.