અમદાવાદઃ પ્રખ્યાત ગાયિકા કિજંલ દવે (Kinjal Dave) પર ચાર-ચાર બંગડી ગીત ગાવા પરનો સ્ટે છ માર્ચ પછી હવે 26 માર્ચ સુધી લંબાવાયો છે. આમ ગાયિકા કિંજલ દવે હવે 26 માર્ચ સુધી ચાર-ચાર બંગડીવાળુ ગીત ગાઈ નહી શકે.
રેડ રિબોન એન્ટરટેઇનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઇટનો દાવો કરતી અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટમાં અપીલ પછી કિંજલ દવે પર જાહેરમાં ગીત ગાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 26 માર્ચે આ કેસની આગળ સુનાવણી હાથ ધરાશે.
આ પહેલા 20 ડિસેમ્બર 2016થી આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. તેના પછી જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં સાકાર કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુ ટ્યુબ ચેનલ પર તેનો વિડીયો અપલોડ કર્યો હતો.
કિંજલ દવેને આ ગીત ગાતી રોકવા માટે રેડ રિબોન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં કોમર્સિયલ કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો. પણ રેડ રિબોન ગીતના કોપીરાઇટ તેની પાસે હોવાનું પુરવાર ન કરી શકતા કિંજલ દવે આ કેસ જીતી ગઈ હતી.
તેના પછી સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે તેના પગલે કિંજલ દવે પર ચાર-ચાર બંગડી ગીત ગાવા પરનો સ્ટે છ માર્ચ 2024 સુધી આપ્યો હતો, જે હવે 26 માર્ચ સુધી લંભાવ્યો છે.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
