રાજકોટ
રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ગુરુવારે આરોગ્ય વિભાગના અધિકારીઓની જુદી-જુદી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કેક શોપ ઉપર દરોડા પાડ્યા હતા.આ ટીમો દ્વારા શહેરની ૯ જેટલી કેક શોપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.
રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા આ ૯ જેટલી કેક શોપ પરથી કેકના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા.આ સેમ્પલોને તપાસ માટે લેબોરેટરીમા મોકલી દેવાયા છે.
આરોગ્ય વિભાગે અમીન માર્ગ પર કભી ભી કેક સ્ટુડિયો, કોટેચા ચોકમાં શ્રી ભવાની સેલ્સ એજન્સી અને એટીએમ કેક શોપ, યુનિવર્સિટી રોડ પર લેયર ધ બેક શોપ, રૈયા રોડ પરની કૌશર બેકરી અને આસ્થા બેકરી, ભારત બેકરી મોવડી રોડ પર સિલ્વર બેકરી અને ત્રિકોણ બાગ વિસ્તારની ઇન્ડિયન બેકરીમાં સર્ચ ઓપરેશન કરીને અખાદ્ય કેકના નમુના મેળવ્યા હતા.
