કરણ જોહરનો શો ફેમસ ‘કોફી વિથ કરન’ શોએ ટીવી પરનો સૌથી લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો છે. આ શોની સીઝનમાં અત્યાર સુધીમાં શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ ભાગ લઈ ચુક્યા છે. સેલેબ્સ શોમાં ઘણી વખત એકબીજાની પોલ ખુલ્લી પાડતા હોય છે. તેવામાં હવે આ શો વિશે મોટી માહિતી સામે આવી છે.
કરણ જોહર તેના ચેટ શોની નવી સીઝન જલ્દીથી શરુ કરી શકે છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો હતો. જેમાં એક કોફી મગમાં કરણ ની તસવીર બનેલી જોવા મળી હતી. આ ફોટો જોયા પછી તેમના ચાહકો વિચારી રહ્યા છે કે ફિલ્મ નિર્માતા કોફી વિથ કરણ ની નવી સીઝન સાથે ટીવી પર વાપસી કરી શકે છે.
આ ફોટો શેર કરતા કરણ જોહરે લખ્યું હતું કે, ‘કોફી પર કરણ ?’. જણાવી દઈએ કે કરણે આ સાથે સંબંધિત કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ કરણ જે તરફ ઇશારો કરી રહ્યો છે, જો તે વાત સાચી સાબિત થાય છે, તો દેખીતી રીતે દર્શકોને મનોરંજન મળી રહેશે.
જે કે હાલ તો કરણ જોહર એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. તે એક હલકી ફુલકી કોમેડી ફિલ્મ કરી રહ્યો છે જેનું નામ ‘પ્રેમ કહાની’ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે. આ ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં શરૂ થવાનું હતું, પરંતુ લોકડાઉનથી આ પ્લાનિંગમાં અડચણ આવી છે.
