Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત શ્રીલંકા (Sri Lankan) ના શાસક પક્ષ જનતા વિમુખ્તી પેરામુનાના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રીએ આ ડેલીગેશનને ગુજરાત મુલાકાતમાં આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકા(Sri Lankan)ના સંબંધો વધુ સુદ્રઢ થયા છે તેમજ બે દેશો વચ્ચે લાંબા ગાળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને જે વધુ ગતિ મળી છે તેમાં આ બેઠક ફળદાયી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ છે ત્યારે વિવિધ સેક્ટર્સની પોલીસીઝનો લાભ શ્રીલંકા (Sri Lankan)પોતાના રસ ધરાવતા સેક્ટર્સ માટે લઈ શકે તે માટે રાજ્ય સરકાર અને શ્રીલંકા વચ્ચે પરસ્પર સંકલનની હિમાયત કરી હતી.
એટલું જ નહીં, વધુને વધુ ગુજરાતીઓ શ્રીલંકા (Sri Lankan)પ્રવાસે જઈ શકે તે દિશામાં પણ આયોજન માટે ચર્ચા-વિમર્શ આ બેઠકમાં કર્યા હતા.

જે.વી.પી.ના જનરલ સેક્રેટરીએ મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભૂમિ એવા ગુજરાત અને ભારતની તેમની આ પ્રથમ મુલાકાતથી તેઓ ભાવવિભોર થયાની અને ગુજરાતની પ્રગતિથી પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રીલંકા(Sri Lankan)ને ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સહિતની મદદની તત્પરતા દર્શાવી
તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો (રેલિક્સ) શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા પ્રદર્શન માટે ગુજરાતે આપ્યા છે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ટિલ્વિન સિલ્વાએ જરૂરિયાતના સમયે ભારતે હંમેશા શ્રીલંકા(Sri Lankan)ને ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સહિતની મદદની તત્પરતા દર્શાવી છે અને પડખે ઉભું રહ્યું છે તેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
તેમણે ગુજરાત-શ્રીલંકાની ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી અંગે પણ ઉત્કૃષ્ટતા દર્શાવી હતી અને અમૂલની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરીને સહકાર ક્ષેત્ર સહિતના વિવિધ સેક્ટર્સમાં ગુજરાત પાસેથી એક્સપર્ટિઝ, નોલેજ શેરિંગ અને ક્નો-હાઉ વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વાઇબ્રન્ટ સમિટ 2027માં શ્રીલંકા(Sri Lankan)ને પાર્ટનર કન્ટ્રી જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું અને વડાપ્રધાનના દિશા દર્શનમાં રાજ્યની પ્રાદેશિક ઔદ્યોગિક ક્ષમતાઓ વિશ્વ સમક્ષ મૂકવા VGRCના સફળ આયોજનની પણ વિસ્તૃત વિગતો આપી હતી.
મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
