રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. ૦૧-૦૫-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ પૂનમ તિથિ છે, જે રાત્રે ૧૦:૫૨ સુધી વિદ્યમાન રહેશે ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે. આજની રાશિ તુલા ( ૨, ત) છે અને નક્ષત્ર સ્વાતિ ૦૨ મેની સવારે સવારે ૦૪:૩૫ સુધી માન્ય છે. આજનો યોગ સિધ્ધી છે, જે રાત્રે ૦૯:૧૨ સુધી રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૧૦:૦૧ સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
આજે જન્મેલા બાળકોની રાશિ તુલા ( ૨, ત) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૦૬ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૩ વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે ૦૬:૫૭ વાગ્યે અને ચંદ્રાસ્ત વહેલી પરોઢે ૦૫:૩૦ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૩ સુધી વિદ્યમાન રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૩૭ સુધી રહેશે.
આજે લક્ષ્મીજીની પૂજા કરવી શુભ ગણાશે.
તારીખ :- ૦૧-૦૫-૨૦૨૬, શુક્રવાર / વૈશાખ સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૮૪ થી ૦૯:૨૧ |
| અમૃત | ૦૯:૨૧ થી ૧૧:૦૦ |
| શુભ | ૧૨:૩૬ થી ૦૨.૧૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૧ થી ૧૧:૧૪ |
રાશિભવિષ્ય (Rashibhavishya 1 મે 2026, શુક્રવાર)

મેષ (અ, લ , ઈ) :-
મનોબળ માં વધારો થાય.
કોર્ટકચેરીનું કામ થાય.
અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
નવી વસ્તુ લાવવાની ઈચ્છા થાય.
શુભ કલર –સફેદ
શુભ નબર- ૪

વૃષભ (બ, વ, ઉ) :-
અપશબ્દો ન બોલાય તેનું ધ્યાન રાખવું.
વાણી કર્કશ થાય.
સમજી વિચારીને પગલાં ભરવા.
બોલવા પર કાબૂ રાખો.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર –૪

મિથુન (ક, છ, ઘ) :-
નોકરીમાં પ્રમોશન મળે.
માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
માન- સન્માન મળે.
આંખોની ચમકમાં વધારો થાય.
શુભ કલર –લાલ
શુભ નંબર –૧

કર્ક (ડ , હ) :-
કુટુંબીજનોથી લાભ થાય.
વસ્તુની કાળજી લેવી.
મગજમાં સતત વિચારો ચાલે.
નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
શુભ કલર –ક્રીમ
શુભ નંબર –૫
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
વાદ-વિવાદ ન કરવો.
કોઈ નવી જવાબદારી મળે.
કોઈ જગ્યાએ જવાનું મોડું થાય.
કામની જગ્યાએ સંભાળવું.
શુભ કલર –પીળો
શુભ નંબર –૬

કન્યા (પ , ઠ, ણ) :-
સહકર્મચારી થી ફાયદો થાય.
તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
ફોનનો વપરાશ વધે.
સાહસિક કાર્ય પૂર્ણ થાય.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર –૧

તુલા (ર , ત) :-
ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
પેટની સમસ્યા રહે.
ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
ઊંઘ આવવામાં તકલીફ પડે.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૩

વૃશ્વિક (ન, ય) :-
તમારા દુશ્મનથી સાચવવું.
તબિયત સાચવવી.
તમારું વલણ બદલાય.
નવા સપના બંધાય.
શુભ કલર – કાળો
શુભ નંબર –૮
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સાતમાં આસમાન પર પહોચી શકો.
જીવનમાં નવા તબક્કાની શરૂઆત થાય.
કાર્યમાં સફળતા મળે.
આળસમાં દિવસ પસાર થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૮

મકર (ખ, જ) :-
મગજ શાંત ન જણાય.
ઓચિંતો આર્થિક ફટકો પડે.
મગજ પર વધરે બોઝ રહે.
ન વિચારેલું થાય.
શુભ કલર –પોપટી
શુભ નંબર –૯

કુંભ (ગ, શ, સ, ષ) :-
ધારેલા કાર્ય પૂર્ણ થાય.
નાની વાતને લાંબી ન કરવી.
પીઠ પાછળ ઘા થાય.
શાંતિથી કામ કરવું.
શુભ કલર- ભૂરો
શુભ નંબર- ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
સકારાત્મક ઉર્જા અનુભવાય.
સ્નાયુઓ માં તકલીફ રહે.
ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
કામમાં વ્યસ્ત રહો.
શુભ કલર – વાદળી
શુભ નંબર –૨
