Bollywood/ હોલીવુડની એેવેંજર્સ’ના મેકર્સની ફિલ્મમાં ભારતના આ અભિનેતાની થશે એન્ટ્રી

આ સમયે માર્વેલ સ્ટુડિયો માટે ‘એવેન્જર્સ- વૉર ઇન્ફિનીટી’ અને ‘એવેન્જર્સ-એન્ડગેમ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર રસો બ્રધર્સ એક ફિલ્મ ‘ધ ગ્રે મેન’ બનાવી રહ્યા છે. આ જ ફિલ્મમાં ધનુષની પસંદગી એના કરિયરની લોટરી સાબિત થશે.

Entertainment

બોલીવુડ હોય કે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક અભિનેતાઓની હોલીવુડમાં એન્ટ્રી થઇ ચુકી છે અને તેઓ પોતાની કિસ્મત અજમાવી ચુક્યા છે, એવામાં હવે દિગ્દર્શક બંધુ રુસો બ્રધર્સ, જેમણે તેની પાછલી ફિલ્મ ધ એક્સ્ટ્રેક્શનમાં હિન્દી ફિલ્મ અભિનેતા રણદીપ હૂડાને મોટી તક આપી હતી, તેમની નજર હવે એક અન્ય ભારતીય અભિનેતા ધનુષ પર નજર છે.

આ સમયે માર્વેલ સ્ટુડિયો માટે ‘એવેન્જર્સ- વૉર ઇન્ફિનીટી’ અને ‘એવેન્જર્સ-એન્ડગેમ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર રસો બ્રધર્સ એક ફિલ્મ ‘ધ ગ્રે મેન’ બનાવી રહ્યા છે. આ જ ફિલ્મમાં ધનુષની પસંદગી એના કરિયરની લોટરી સાબિત થશે.

આ ફિલ્મ પર નજર કરીએ તો, ફિલ્મ ‘ધ ગ્રે મ’ન’માં હોલીવુડ સ્ટાર્સ રાયન ગોસલિંગ અને ક્રિસ ઇવાન્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે રુસો બ્રધર્સે તેલુગુ ફિલ્મ્સના સ્ટાર અભિનેતા ધનુષ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. રુસો બ્રધર્સ દ્વારા દિગ્દર્શિત, ફિલ્મ ‘ધ ગ્રે મેન’ માર્ક ગ્રેની દ્વારા લખેલી 2009 આ જ ટાઇટલની એક નવલકથા પર આધારિત છે અને નિર્માતાઓએ આ ફિલ્મમાં ધનુષને સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

આપને જણાવી દઈએ કે, ધનુષ તેલુગુ ફિલ્મોનો સુપર સ્ટાર છે અને તેણે ‘રાંઝણા’ જેવી ફિલ્મમાં સોનમ કપૂર સાથે કામ કર્યું અને હિંદી ફિલ્મોમાં પણ કાઠું કાઢ્યું છે. આ પછી તે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘શમિતાભ’ માં પણ જોવા મળ્યો હતો. હાલમાં, તે દિલ્હીમાં આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ કરી રહ્યું છે. આ સાથે ધનુષે 2018 માં ફિલ્મ ‘એક્સ્ટ્રાઓર્ડિનરી જર્ની ઑફ ધી ફકિર’માં કામ કરીને આંતરરાષ્ટ્રીય નામ પણ મેળવ્યું છે.

ડ્રગ્સ કાંડ મામલે દીપિકા સહિતની અભિનેત્રીના ગેજેટ્સમાંથી FSLએ રીકવર કર્યો અધધધ ડેટા

બ્લેક ડ્રેસમાં મિથુન ચક્રવર્તીની દીકરી દિશાનીએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ

શું નેહા કક્કર છે પ્રેગ્નેટ? બેબી બમ્પ વાળો ફોટો શેર કર્યા બાદ મુંબઇ એરપોર્ટ પતિ સાથે પહોંચી એક્ટ્રેસ

નોરા ફતેહીએ રેડ ડ્રેસમાં ‘સ્વેગ સે સ્વગત’ સોંગ પર કર્યો જબરદસ્ત બેલી ડાન્સ

‘દિયા ઓર બાતી હમ’ ના રાશિદ ખાન બીજી વાર બન્યો પિતા, દીકરાનો ફોટો શેર કરી જણાવ્યું નામ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…