Gandhinagar News: છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના લોધીકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટમાં 3.5 ઇંચ, થનગનાટમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત, વાંકાનેરમાં 2.7 ઇંચ, ચોટીલામાં 2.3 ઇંચ, મહુધામાં 2.1 ઇંચ, કેશોદમાં 2 ઇંચ, મેંદરડામાં 1.8 ઇંચ, કાલાવડમાં 1.8 ઇંચ, કુંકાવાવ 1.6 ઇંચ, કોટડાસાંગાણી 1.4 ઇંચ, દેત્રોજ 1.3 ઇંચ, સોજીત્રા 1.3 ઇંચ, ગઢડામાં 1.2 ઇંચ, દ્વારકા 1.2 ઇંચ, નડિયાદ 1.2 ઇંચ, તારાપુર 1.2 ઇંચ, ગોંડલ 1 ઇંચ, લાલપુર 1 ઇંચ, બાબરા 1 ઇંચ, ભાણવડ 1 ઇંચ, સંતરામપુર 1 ઇંચ, કડી 1 ઇંચ, મહેમદાબાદ 1 ઇંચ, કલ્યાણપુર 1 ઇંચ, વિસાવદર 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 2 થી લઈને 14 ઇંચ વરસાદ થયો છે. ટંકારામાં 14, મોરબીમાં 9.50, વાંકાનેરમાં 12 અને હળવદ- માળિયામાં બે-બે ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા મચ્છુ 2 ડેમના 17 દરવાજા ખોલવામાં આવ્યા. મચ્છુ ડેમના 17 દરવાજા 11 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે થઈ છે.
સતત વરસાદને પગલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે, તો ઘણા ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે, ઉપરાંત ઘણા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં સોમવારે ભારે વરસાદ પડતા વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી વધી ગઈ છે. વડોદરા શહેરમાં સોમવારના રોજ સાડા બાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તેના લીધે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. આના લીધે શહેરના વચ્ચેથી વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં કાલા ઘોડા પુલ પર તેની સપાટી 30 ફૂટને પાર થઈ ગઈ છે. તેના લીધે ગઇકાલ સાંજથી જ શહેરના સાત પુલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત
આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં
આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
