IPLકોરોના કેસ: લાંબા ગાળા બાદ, યુએઈમાં શરૂ થયેલી IPLમાંથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા અન્ય 6 ખેલાડીઓને આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સાંજે જ સનરાઈઝર્સ હૈદરાબાદની દિલ્હી કેપિટલ્સ સાથે મેચ છે. જોકે, આજની મેચ પર કોઈ અસર થશે નહીં અને મેચ રમાશે.
સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ટી. નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પરિણામ RT-PCR ટેસ્ટમાં બહાર આવ્યું છે જે મેચની શરૂઆત પહેલા કરવામાં આવે છે. આ પછી તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓ અને સ્ટાફને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જે સભ્યોને અલગ કરવામાં આવ્યા છે તેમાં વિજય શંકર (પ્લેયર), વિજય કુમાર (ટીમ મેનેજર), શ્યામ સુંદર (ફિઝિયો), અંજના વન્નાન (ડોક્ટર), તુષાર ખેડકર (લોજિસ્ટિક મેનેજર), પીએ ગણેશન (નેટ બોલર)નો સમાવેશ થાય છે. ટીમના બાકીના સભ્યો અને સ્ટાફના પણ RTPCR ટેસ્ટ કરવામાંઆવ્યાછે. જેમાં બધાનું પરિણામ નેગેટિવ આવ્યું છે.
NEWS – Sunrisers Hyderabad player tests positive; six close contacts isolated.
More details here – https://t.co/sZnEBj13Vn #VIVOIPL
— IndianPremierLeague (@IPL) September 22, 2021
મેડ ઇન ઇન્ડિયા ફેસબુક / ભારતમ એપ લોન્ચ, ફેસબુકની તમામ સુવિધાઓ મળશે
કાર્યવાહી / એમેઝોનએ 600 ચાઇનીઝ બ્રાન્ડ પર પ્રતિબંધ મૂક્યો
Technology / વોટ્સએપ પર ગ્રુપ કોલ કરનારાઓ માટે સારા સમાચાર! નવી સુવિધા તમારા માટે આવી રહી છે
જમ્મુ કાશ્મીર / આતંકવાદીઓ સાથે સંબંધ હોવાના કારણે છ સરકારી કર્મચારીઓને કરાયા બરતરફ
