Amreli News/ અમરેલીના ઢૂંઢિયા-પીપળીયા પુલના કામ પર સવાલો, નબળી કામગીરીને લઈને વિવાદ ગરમાયો

અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં ઢૂંઢિયા અને પીપળીયા ગામને જોડતા પુલ (Amreli Bridge Controversy)ના કામમાં નબળી કામગીરી અને નિયમ ભંગના આક્ષેપો. સ્થાનિકો અને ભાજપ કાર્યકર્તાએ પુલ તોડી ફરી બનાવવાની માંગ ઉઠાવી.

Top Stories Gujarat Others Breaking News
Amreli Bridge Controversy: અમરેલીમાં 50 લાખના પુલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ?

Amreli News: અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં ઢૂંઢિયા અને પીપળીયા ગામને જોડતો પુલ (Amreli Bridge Controversy) હવે વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. અંદાજે 50થી 60 લાખ રૂપિયાના ખર્ચે બની રહેલા આ પુલના કામમાં નબળી કામગીરી અને નિયમોના ભંગના આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Amreli Bridge Controversy: પુલ તોડીને ફરી બનાવવાની માંગ

સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે પુલના બાંધકામ દરમિયાન ગુણવત્તાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો નથી. ખાસ કરીને પુલનો પાયો પૂરતો ઊંડો ખોદ્યા વગર જ કામ શરૂ કરી દેવાયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પુલ સામાન્ય લેવલ કરતાં વધુ ઊંચો બની ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત, પુલના ફિનિશિંગ કામમાં પણ બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર દેખાવ પૂરતું કામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગુણવત્તા અને સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓની અવગણના થઈ રહી છે.એક વર્ષથી ગોકળગતિએ ચાલતા બાંધકામના કારણે ગ્રામજનો, ખેડૂતો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન અવરજવર વધુ મુશ્કેલ બનશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાજપના કાર્યકર્તાએ આ સમગ્ર મામલે તંત્ર સામે સવાલો ઉઠાવતાં પુલને તોડી નિયમ મુજબ ફરીથી બનાવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે.હાલ સમગ્ર મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો હવે તંત્ર તરફથી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો:અમરેલીમાં હાઈવે બ્રિજની ખરાબ હાલત, હિંડોરણા બ્રિજના સળીયા બહાર આવતા અકસ્માતનો ભય!

આ પણ વાંચો:અમરેલીમાં 5 ઇંચ વરસાદથી અંડરબ્રિજમાં કાર ફસાઈ, રેસ્કયુનો વિડીયો થયો વાઇરલ

આ પણ વાંચો:અમરેલી-લીલીયા રોડ પર બેદરકારીનો કહેર: 24 કલાકમાં બે નિર્દોષોના કરુણ મોત