Gujarat Weather:વર્ષ 2025ની વિદાય અને 2026નું સ્વાગત વરસાદી ઝાપટાં સાથે થશે તેવી આગાહીથી ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ની અસરને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા માવઠાના વરસાદની આગાહી કરી છે. તેમના મતે, આ વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે, જ્યારે હવામાનમાં (Weather) ફેરફાર થવાથી બીમારીઓનું પ્રમાણ પણ વધી શકે છે.

હવામાનના (Weather) ફેરફાર થતાં આકરી ઠંડીની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 30 ડિસેમ્બરથી વાતાવરણ વાદળછાયું બનશે અને 31 ડિસેમ્બર તથા 1 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે. કચ્છમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર (Surendranagar), રાજકોટ (Rajkot), જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર તથા દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય ઝાપટાંની આગાહી છે. ઉત્તર ગુજરાતના (North Gujarat) બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે.આ બદલતા હવામાનને (Weather) કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

જોકે, IMDએ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તથા દીવ-દમણમાં 31 ડિસેમ્બરથી આગળના દિવસોમાં સંપૂર્ણ ડ્રાય વેધરની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે ઉત્તર ભારત અને હિમાલયી વિસ્તારોમાં જોવા મળી રહી છે, જે ગુજરાત સુધી વરસાદ લાવે તેવા કોઈ સંકેત નથી.
હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નલિયા 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું સ્થળ નોંધાયું છે. વરસાદી માહોલ ન હોવાથી નવા વર્ષની ઉજવણી માટે વાતાવરણ અનુકૂળ રહેવાની અપેક્ષા છે.
ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં પણ બેવડી ઋતુનો (Double season) અનુભવ થઈ રહ્યો છે,જેમાં ગરમ અને ઠંડુ બંને હવામાન છે.આગામી 48 કલાક સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. 48 કલાક પછી તાપમાનમાં (Temperature) બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગુજરાતમાં (Gujarat) ઠંડી ધીમે ધીમે વધી રહી છે. બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક પછી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
નલિયા 12.6°C, અમરેલી 13.2°C, અમદાવાદ 14.8°C, ડીસા 13.6°C, દીવ 14.7°C, પોરબંદર 14.2°C અને રાજકોટ 14.2°C. ઉત્તર તરફથી ફૂંકાતા પવનોને કારણે ઠંડીની તીવ્રતામાં થોડો ફેરફાર થયો છે. જોકે, આગામી 48 કલાકમાં તાપમાન ઘટ્યા બાદ ઠંડીની (Cold) અસર ફરી અનુભવાશે.
