Entertainment News : શું તમે પણ સાઉથ સિનેમાના ફેવરિટ કપલ વિજય દેવરકોંડા (Vijay Deverakonda)અને રશ્મિકા મંદાના (Rashmika Mandana)ના લગ્નની રાહ જોઈ રહ્યા છો? તો તમારા માટે એક મોટા ખુશખબર છે! વર્ષ 2026 માં આ બંને સ્ટાર્સ કાયમ માટે એક થવા જઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત સાથે જ તેમના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Rashmika Mandanaના ઉદયપુરમાં યોજાશે શાહી લગ્ન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા મંદાના (Rashmika Mandana)અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda)2026 માં ધામધૂમથી લગ્ન કરવાના છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હાઈ-પ્રોફાઈલ લગ્ન માટે રાજસ્થાનના ઉદયપુરને પસંદ કરવામાં આવ્યું છે.
26 ફેબ્રુઆરીની તારીખ ચર્ચામાં
લગ્નની સંભવિત તારીખ 26 ફેબ્રુઆરી, 2026 જણાવવામાં આવી રહી છે. ઉદયપુરના એક ભવ્ય હેરિટેજ પેલેસમાં લગ્ન અને પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે. આ માટે કપલે એક હેરિટેજ પ્રોપર્ટી પણ ફાઈનલ કરી લીધી હોવાનું કહેવાય છે.
લગ્ન રહેશે એકદમ ખાનગી
જેમ આ કપલે તેમની સગાઈની વાત ગુપ્ત રાખી હતી, તેમ લગ્ન પણ અંગત રાખવામાં આવશે. એક અહેવાલ મુજબ, આ લગ્ન સમારોહમાં માત્ર પરિવારના સભ્યો અને અત્યંત નજીકના સંબંધીઓ જ હાજર રહેશે. બોલીવુડ કે સાઉથ ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે અલગથી રિસેપ્શન યોજાશે કે કેમ, તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.
2025 માં થઈ હતી સગાઈ?
લાંબા સમયથી એવી ચર્ચા હતી કે વિજય (Vijay Deverakonda)અને રશ્મિકા (Rashmika Mandana)એકબીજાને ડેટ કરી રહ્યા છે. અહેવાલો મુજબ, ઓક્ટોબર 2025 માં બંનેએ અત્યંત સાદાઈથી સગાઈ કરી લીધી હતી. આ પ્રસંગે પણ માત્ર પરિવારના લોકો જ હાજર હતા.
ફેન્સમાં અનેરો ઉત્સાહ જોકે, અત્યાર સુધી વિજય દેવરકોંડા (Vijay Deverakonda)કે રશ્મિકા મંદાના (Rashmika Mandana)એ તેમના સંબંધો કે લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો આ જોડીને ‘રીયલ લાઈફ’ માં પણ પતિ-પત્ની તરીકે જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. હવે જોવાનું એ રહે છે કે આ જોડી સત્તાવાર રીતે તેમના લગ્નની જાહેરાત ક્યારે કરે છે.
