ગયા વર્ષે, ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાયો હતો. આ માટે તમામ ટીમો ભારત આવી હતી. ICC ઇવેન્ટ હોવાના કારણે પાકિસ્તાનની ટીમ પણ ભારતની મુલાકાતે આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમનું પણ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગતના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે જણાવ્યું છે કે ભારતમાં તેની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું.
ભારતીયો અમને પ્રેમ કરે છે
એક ખાનગી માધ્યમ સાથે વાત કરતાં બાબર આઝમે કહ્યું, “વર્લ્ડ કપ 2023 માટે હૈદરાબાદ એરપોર્ટ અને સમગ્ર ભારતમાં અમારું સ્વાગત ઉત્તમ હતું. તે એક અલગ અનુભવ હતો. આ તેમનો પ્રેમ હતો, ભારતીય લોકોએ અમને ખૂબ પ્રેમ કર્યો, તેઓએ અમારા ક્રિકેટની પ્રશંસા કરી. પાકિસ્તાનની ટીમે ટૂર્નામેન્ટમાં 9 મેચ રમી અને 4માં જીત મેળવી. બાબરની સેનાને 5 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે હતી.
Babar Azam said – "The welcome we're given at Hyderabad airport and whole India in 2023 World Cup was outstanding. It was a different experience. It was their love, Indian people gave us so much love, they appreciated our cricket". (Zalmi TV). pic.twitter.com/fcmTtLtkgO
— Tanuj (@ImTanujSingh) April 8, 2024
વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન
વર્લ્ડ કપ દરમિયાન 14 ઓક્ટોબર 2023ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ જોવા મળી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે ગ્રુપ સ્ટેજની તમામ 9 મેચ જીતી હતી. જોકે, ભારતને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી નિર્ણાયક મેચમાં કાંગારૂ ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતનું 12 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.
આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ
