2026 T20 World Cup/ પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ વચ્ચે થયો ઝઘડો, હાર્દિક, કુલદીપ વચ્ચે થઈ દલીલ 

આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ભારતની જીત પછી હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કુલદીપ યાદવ વચ્ચે કેચ છોડવા મુદ્દે મેદાન પર બોલાચાલી, વીડિયો વાયરલ.

Top Stories Sports
Hardik Pandya

2026 T20 World Cup:ભારતે પાકિસ્તાન સામે 61 રનથી જીત મેળવી. ઈશાન કિશને 77 રન બનાવીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ઈશાનની ઈનિંગથી ભારતે કુલ 175 રનનો સ્કોર બનાવ્યો. ઈશાનને તેની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પાકિસ્તાન ફક્ત 114 રન જ બનાવી શક્યું. આ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતે મેચ પણ સરળતાથી જીતી લીધી, પરંતુ અંતમાં એક એવી ક્ષણ આવી જેણે ભારતીય ચાહકોને ચોંકાવી દીધા હતા. હાર્દિક (Hardik Pandya) અને સૂર્યકુમાર યાદવ કુલદીપ યાદવ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને આવ્યો ગુસ્સે 

પાકિસ્તાનની ઈનિંગની છેલ્લી ઓવરમાં, ભારતીય ખેલાડીઓએ હાર્દિક પંડ્યાની બોલિંગમાં બે કેચ છોડી દીધા હતા. ઈશાન કિશને શાહીન આફ્રિદીની બોલિંગમાં એક તક ગુમાવી દીધી, અને પછીના જ બોલ પર કુલદીપે બાઉન્ડ્રી પર કેચ છોડી દીધો હતો. જોકે તે એક સામાન્ય કેચ જેવો દેખાતો હતો, પરંતુ આ સ્ટાર બોલરે તે કેચને છોડી દીધો હતો.

વિકેટ લીધા પછી ગુસ્સો

જોકે હાર્દિકે ઈનિંગના છેલ્લા બોલ પર પાકિસ્તાનની છેલ્લી વિકેટ લેવામાં સફળતા મેળવી, તે પહેલા જે બન્યું તેનાથી તે સ્પષ્ટપણે નાખુશ હતો. છેલ્લી વિકેટ પડ્યા પછી જ્યારે ભારતીય ટીમ ભેગી થઈ, ત્યારે હાર્દિક (Hardik Pandya) કુલદીપને ઠપકો આપતો જોવા મળ્યો. બાદમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો જેમાં સૂર્યકુમાર યાદવ પણ તેમના પર ગુસ્સે થઈ રહ્યા હતા.

નોંધનીય છે કે પાકિસ્તાન સામેની આ મેચમાં હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. હાર્દિકે પહેલી જ ઓવરમાં સાહિબજાદા ફરહાનને આઉટ કરીને મેચનો રંગ બદલી નાખ્યો હતો.


આ પણ વાંચો:T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનું કારનામું, ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો:ટી-20 વર્લ્ડ કપઃ મહાશિવરાત્રિએ ઇશાનના રનના તાંડવ અને ગુજરાતીઓની શાનદાર બોલિંગથી ભારત સામે પાક. ધરાશાયી

આ પણ વાંચો:ACC મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ભારતે પાક.ને હરાવ્યું