રોડ અકસ્માત/ જમાલપુર દરવાજા પાસે મહિલા વકીલને નડ્યો અકસ્માત, હાથ પગ ફેક્ચર 

” ઝડપની મજા , મોતની સજા ” આવો સ્લોગન આપણે ઘણી બધી જગ્યાએ વાંચતા હોઈએ છીએ. શહેરમાં એક તરફ સતત ટ્રાફિક વધી રહ્યો છે તો બીજી તરફ વાહન ચાલકો બીજા લોકોની પરવાહ કર્યા વિના બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે અને ઘણી વખતે આવી રફ ડ્રાઇવિંગ ના કારણે અકસ્માત થઈ જતું હોય છે. જેમાં કોઈ વ્યક્તિનો […]

Ahmedabad Gujarat
” ઝડપની મજા , મોતની સજા ” આવો સ્લોગન આપણે ઘણી બધી જગ્યાએ વાંચતા હોઈએ છીએ. શહેરમાં એક તરફ સતત ટ્રાફિક વધી રહ્યો છે તો બીજી તરફ વાહન ચાલકો બીજા લોકોની પરવાહ કર્યા વિના બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે અને ઘણી વખતે આવી રફ ડ્રાઇવિંગ ના કારણે અકસ્માત થઈ જતું હોય છે. જેમાં કોઈ વ્યક્તિનો જીવ જાય છે અથવા કોઈને કાયમી ખોડખાંપણ રહી જતી હોય છે. સરકાર દ્વારા ટ્રાફિક ના નિયમોનું પાલન કરાવવા માટે અને લોકો જાગૃત બનીને પોતાની જવાબદારી સમજે તે માટે ઘણી બધી જાહેરાતો બહાર પાડવામાં આવી છે તેમ છતાં લોકો તેનું પાલન કરતા નથી.
તાજેતરની જો વાત કરીએ તો , ગોમતીપુર વિસ્તારમાં રહેતા હંસા બેન રાઠોડ કે જે મેટ્રો કોર્ટમાં છેલ્લા દસ વર્ષથી વકીલાત કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ગઈ કાલે તેઓ પોતાની ટુ વ્હીલર લઈને ભદ્રા કાળી મંદિરનું દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓ જમાલપુર દરવાજા પાસે પહોંચ્યા હતા ત્યારે એક અજાણી ઇકો કાર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.
કારની ટક્કરે મહિલા રોડ ઉપર પટકાઈ હતી. જેના લીધે તેમને હાથ અને પગના હાડકા તૂટી ગયા હતા. આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને તાત્કાલિક મહિલાને હોસ્પિટલમાં ખસેડયા હતા. આ મામલે મહિલાએ ઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ઇકો કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.