દેશમાં કોરોનાની સ્થિતી ખુબજ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. અને રોજ દેશમાં જે આકડા આવી રહ્યા છે. તે ખરેખર લોકોને ડરાવી રહ્યા છે. અને હવે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો હવે બસ એક જ રાહ જોઈને બેઠા છે. કે દુનિયા અને દેશમાંથી કોરોનાથી ક્યારે છુટકારો મળશે.
- દેશમાં કોરોનાના વધતા આંક
- સરકાર કરી રહી છે કોરોનાને નાથવાના તમામ પ્રયાસ
- રસીકરણથી લઈને ,સરકારની ગાઈડલાઈનું સર્તકતાથી પાલન
દેશને કોરોના મહામારી હચમચાવી રહી છે. અને એની સામે જાણે કે લોકો લાચાર બની ગયા છે. દેશમાં રસીકરણ તો તેજ બની ગયું છે. પણ ક્યાકને ક્યાક કોરોનાના આકડા દેશને ડરાવી રહ્યા છે. અને હવે આ આકડા જોઈને ડરવું જાણે કે સામાન્ય બની ગયું છે. તો દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. ગત દિવસે એક લાખથી વધુ નવા કેસ નોંધાયા બાદ દેશમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી છે તેવા દર્દીની સંખ્યા 7 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં રેકોર્ડ 50,438નો વધારો થયો છે. દેશમાં 7 લાખ 37 હજાર 870 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે. આ આંકડો એક મહીના પહેલા એટલે કે 4 માર્ચે એક્ટિવ કેસના આંકથી 4 ગણો વધ્યો છે. 4 માર્ચે દેશમાં 1 લાખ 73 હજાર 374 એક્ટિવ કેસ હતા. છેલ્લા એક જ મહીનામાં દેશમાં 7548 લોકોને મોત પણ થયા છે.
ગાંધીનગર / ભાજપના મંત્રી કાર્યાલયમાં પણ હવે કોરોનાએ મચાવ્યો કોહરામ
- દેશમાં એક્ટિવ કેસનો આંક 7 લાખને પાર
- એક જ મહીનામાં 4 ગણો વધારો
- આ દરમિયાન 7 હજારથી વધુ લોકોના થયા મોત
સમગ્ર દેશમાં મહામારી ભયાનક બની ગઇ છે, પરંતુ મહારાષ્ટ્રમાં એ સંપૂર્ણ રીતે બેકાબૂ છે. અહીં નવા સંક્રમિત થયાના ડેટા રોજ નવા રેકોર્ડો બનાવી રહ્યા છે. રાજ્યમાં 57,074 કેસ નોંધાયા હતા. તેની તુલના ભારત સિવાય બીજા દેશોમાં રવિવારે મળી આવેલા કેસો સાથે કરીએ તો ફક્ત ફ્રાન્સ (60,922) જ આગળ હતું. આમ દેશમાં કોરોના મહામારી બેકાબું બની છે. ગત વર્ષે 2020માં જ્યારે દેશમાં કોરોનાએ ભારતમાં પગ પેસારો કર્યો હતો . ત્યારે એમ લાગતું હતું કે આ બિમારી માત્ર એક જ વર્ષમાં દેશમાંથી જતી રહેશે. પણ જેમ જેમ આ બિમારી વધતી ગઈ તેમ તેમ તેણે મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું. અને આ મહામારીને હવે 1 વર્ષ પુણ થઈ ગયું છે. પણ જાણે કે દેશની પરિસ્થિતી એમની એમ જ છે. તો હાલ તો માત્ર આ મહામારીમાંથી બચવાનો એક જ ઉપાય છે. અને તે છે, કોરોનાની તમામ ગાઈડલાઈનું પાલન કરવું. ત્યારે જ આ મહામારી સામે જંગ લડી શકાય છે. અને પોતાને અને બીજાને આ મહામારીની ચપેટમાં આવતા રોકી શકીએ છીએ.
ઘર ખરીદવું થયું મોંઘુ / SBIએ હોમ લોનનો વ્યાજ દર વધાર્યો, અન્ય બેન્ક પણ વધારી શકે છે રેટ
