અમરેલીના બગસરા ખાતે દીપડા ને ઠાર મારવા શાર્પ શૂટર તૈનાત કરવામાં આવ્યા છે. જંગલ ને ગ્રામીણ વિસ્તાર માં દીપડાએ આતંક મચાવીને 4 થી વધુ લોકો ઉપર હુમલા કર્યા છે. આજે સવારે દીપડો બગસરા પંથકના કડાયા ગામ ના ડેમ પાસે વાડી માં જોવા મળ્યો હતો જ્યાં શાર્પ શૂટર ની ટીમે પડાવ નાખ્યો છે.. દીપડાને ઠાર કરીને વિસ્તારને ભય મુક્ત કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
તો બીજી બાજુ જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બગસરામાં દીપડાના આતંક ને મામલે કલમ 144 લાગુ કરવામાં આવી છે. 15 ડિસેમ્બર સુધી 144 કલમ લાગુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ થશે તો પોલીસ ફરિયાદ નોંધાશે. આદમખોર દીપડાએ ત્રણથી વધુ પર કર્યો હુમલો
બગસરાના સુડાવડ ગામે દીપડાના આતંક વચ્ચે વન વિભાગ પર ખેડૂતોના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વનવિભાગની કામગીરી પર બગસરા તાલુકાના સુડાવડ ગામના ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે. જો વનવિભાગથી દીપડો ઠાર ન થાય તો ખેડુંતોને છૂટ આપવામાં આવે. દીપડાના ત્રાસથી ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતો અને ખેતમજૂરો દીપડાના ભયને કારણે ખેતરે જઇ શકતા નથી.
બગસરા પંથક માનવભક્ષી દીપડાના આતંકને પગલે ધ્રુજી રહ્યું છે.. ચારે તરફ ડર અને દીપડા નો ખોફ જોવા મળી રાહયી છે.. છેલ્લા 48 કલાક માં 4 થી વધુ લોકો ઉપર માનવભક્ષી દીપડા એ હુમલા કર્યા છે.. જેને લઈને હવે વન વિભાગ સક્રિય બન્યું છે… સ્થાનિક લોકોની માંગણી અને માનવ ભક્ષી દીપડા ના આતંક વચ્ચે હવે દીપડા ને પાંજરે કેદ કરવા માટે તો કાર્યવાહી થઈ રહી છે પરંતુ માનવો માટે જોખમી બનેલા દીપડા ને ઠાર કરવા માટે પણ વન વિભાગે શાર્પ શૂટર તૈનાત કર્યા છે. શાર્પ શૂટરની ટુકડી બગસરા અને આસપાસ ના ગ્રામીણ વિસ્તારમાં અને જંગલ વિસ્તારમાં ધામા નાખ્યા છે. દીપડો જ્યાં દેખાઈ ત્યાં ઠાર કરવા માટે ટિમ ખેતર ખેતર અને જંગલ જંગલ ફરી રહી છે. મંતવ્ય ન્યૂઝ ની ટિમ વનવિભાગ ના શાર્પ શૂટરની સાથે જ જીવન જોખમે ખેતર અને જંગલ ખુંદી રહી છે અને જેવો દીપડો જોવા મળે તેને ઠાર કરવા માટે વનવિભાગ ના શાર્પ સુટર એલર્ટ છે જેની સાથે સાથે મનવ્ય ન્યૂઝ ના રીપોર્ટર અને કેમેરામેન રિપોર્ટિંગ કરી રહયા છે
વન વિભાગની ટીમ છેલ્લા 24 કલાક થી શાર્પ શૂટર સાથે જંગલ ખુંદી રહી છે તો પંથકના ખેડૂતો પણ દીપડા ને ઝેર કરવા માટે ફરી રહ્યા છે. સમગ્ર પંથકમાં દીપડાના આતંક અંગે વિગતો જણાવી આપવીતી વ્યક્ત કરી હતી
દીપડાના આતંક થી ખેડૂતો પોતાના પાકને રક્ષણ આપી નથી શકતા. કૂતરું હોયતો પણ દીપડાનો ભય લાગે છે. ગામમાં પરપ્રાંતીય મજૂરો પોતાના વતન તરફ વળવા લાગ્યા છે. ગામમાં પરપ્રાંતીય ખેતમજૂર 100 થી વધુ હતા પરંતુ અત્યારે માત્ર 20 આસપાસ રહયા છે. જે વતન તરફ વળવાની તૈયારીમાં છે ત્યારે જ્યા સુધી દીપડો પકડાઈ નહીં ત્યાં સુધી ખેતરે કે ઘરે રહેવામાં ખુબજ ભય રહે છે. ક્યારે કોનું કેમ દીપડો કોળિયો કરે તે કહી શકાતું નથી. વનતંત્ર અને પોલોસ દ્વારા જુદી જુદી ટુકડીઓ બનાવી દીપડાની શોધમાં લાગ્યા છે, ત્યારે પણ લૂંધિયા ગામે પણ આદમખોર દીપડો મહિલા અને પાડી ઉપર હુમલો કરીને નાસી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
