અમદાવાદમાં મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં બાયડની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણસર કરેલી આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે….આ વિદ્યાર્થીનીએ હવે શું કામ આત્મહત્યા કરી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી…. હોસ્ટેલમાં રૂમ પાર્ટનરે દરવાજો બંધ જોયો હતો. રૂમ પાર્ટનરને તરત જ કંઇક અજુગતું થયાની આશંકા ગઈ હતી…. તેણે તરત જ બૂમાબૂમ કરીને આજુબાજુમાંથી બીજી યુવતીઓને ભેગી કરી હતી….તે બધાએ ભેગા થઈ હોસ્ટેલના વોર્ડનને જાણ કરતાં તે પણ દોડી આવ્યા હતા…. તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી….
આ અંગે એલિસબ્રિજ પોલીસને જાણ કરવામાં આવી હતી….એલિસબ્રિજ પોલીસ તરત દોડી આવી હતી. પોલીસે દરવાજો તોડ્યો ત્યારે મૃતદેહ છત સાથે લટકતો જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહ ઉતાર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે યુવતીએ આત્મહત્યા કરી હોવા પાછળનું કારણ હજી સુધી જાણમાં આવ્યું નથી, પરંતુ તેના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે…. પોલીસે જણાવ્યું હતું કે એન.એચ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 424માં સુશીલા રમેશ વસાવા નામની બાયડની રહેવાસી 21 વર્ષીય યુવતી સુશીલાએ આત્મહત્યા કરી હતી….પોલીસે હાલમાં તો આત્મહત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે…. પોલીસે મૃતક યુવતીનો મોબાઇલ તેના કબ્જામાં લીધો છે અને તેને એફએસએલમાં મોકલી આપ્યો છે…. તેની સાથે મૃતક યુવતીની નજીકની કોલેજિયન મિત્રો અને તેના સગાસંબંધીઓની પૂછપરછ કરવાનો પણ પ્રારંભ કર્યો છે. જો કે યુવતીએ અચાનક કરેલી આત્મહત્યાએ અનેક રહસ્યોના વમળો સર્જ્યા છે….

પોલીસે પ્રારંભિક તપાસમાં મેળવેલી વિગતો મુજબ બાયડની રહેવાસી સુશીલા વસાવાએ 2023-24ના શૈક્ષણિક વર્ષમાં સરકારી ક્વોટામાં એડમિશન લીધું હતું…. તે એમબીબીએસનો અભ્યાસ કરતી હતી. મેડિકલ કોલેજ દ્વારા મેન્ટર મેન્ટી પ્રોગ્રામ હેઠળ તેને મેન્ટર તરીકે ટીચિંગ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો હતો…. આ સંદર્ભમાં દર બેથી ત્રણ મહિને વિદ્યાર્થીઓની તેમના મેન્ટર સાથે મીટિંગ થતી હોય છે. મેન્ટર તેમને લગતી મુશ્કેલીઓનો ઉકેલ લાવતા હોય છે અને અભ્યાસને લગતી મૂંઝવણ દૂર કરતાં હોય છે…. તેની સાથે જરૂરી સૂચનો પણ કરતાં હોય છે…. વિદ્યાર્થીનીઓ પણ તેમને અભ્યાસની સાથે-સાથે બીજી કોઈ તકલીફ હોય તો તેમને જણાવતી હોય છે, જરૂરી માર્ગદર્શન મેળવતી હોય છે….

હવે સુશીલાની તેના મેન્ટર સાથે ફેબ્રુઆરીમાં જ મુલાકાત થઈ હતી…. આ દરમિયાન તેણે તેને કોઈપણ પ્રકારની તકલીફ છે તેવું જણાવ્યું ન હતું…. આના કારણે હવે પોલીસે આ તપાસમાં વધારે ઊંડા ઉતરવું પડે તેમ છે…. પોલીસે આ અંગે તેના નજીકના મિત્રોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સુશીલા એકદમ શાંત સ્વભાવની હતી. તેનું વર્તન જરા પણ શંકાસ્પદ ન હતું….તે આત્મહત્યા કરે તેવું માની શકાય તેવું વર્તન પણ ન હતું…. તેના રૂમ પાર્ટનરે પણ જણાવ્યું હતું કે સુશીલાનો વ્યવહાર છેક સુધી સામાન્ય હતો….તેના વ્યવહારમાં જરા પણ અસામાન્ય લાગે તેવું કશું ન હતુ…. તે આત્મહત્યા કરી શકે તેવું કોઈ માની શકે તેમ જ નથી….

સુશીલા રોજ ઘરે વાતચીત કરતી હતી અને નિયમિત રીતે અભ્યાસ કરતી હતી…. તે આ સિવાય હોસ્ટેલની બહાર મોડી રાત સુધી રહેતી હોય તેવું પણ કશું ન હતુ…. તેના કોઈ બોયફ્રેન્ડ પણ ન હતા. તે અભ્યાસ પૂરતી વાત કરતી હતી…. આ સિવાય તેનો ફોન લોક હોવાથી પોલીસે તેને જપ્ત કરીને એફએસએલમાં મોકલી આપ્યો છે….
પોલીસે મૃતકના રૂમની સઘન તલાશી લીધી હતી અને તેને ત્યાંથી કોઈપણ પ્રકારની સ્યુસાઇડ નોટ પણ મળી નથી…. તેથી તેની આત્મહત્યાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે….આ બનાવના પગલે પોલીસે કોલેજ વહીવટીતંત્રની પણ સઘન પૂછપરછ હાથ ધરી છે…. કોલેજના વહીવટીતંત્રએ પણ આ બનાવ અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી છે…. કોલેજે જણાવ્યું હતું કે વિદ્યાર્થીની આશાસ્પદ હતી, તેની આત્મહત્યાએ અમને આઘાત અને શોકમાં ગરકાવ કરી દીધા છે….

આના પગલે કોલેજ મેનેજમેન્ટે હવે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ સત્રો પણ શરૂ કરવાની તૈયારી દાખવી છે…. પોલીસના જણાવ્યા અનુસાર તે છેલ્લા કેટલાક દિવસથી શાંત રહેતી હતી…. તેણે તેના ક્લાસના મિત્રો જોડે પણ વાત કરવાનું બંધ કરી દીધું હતું….
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેએમ ભુવાએ જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો બંધ હતો…. દરવાજો તોડ્યા પછી તેનો મૃતદેહ છત સાથે લટકતો જોવા મળ્યો હતો…. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તેનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો…. પોસ્ટમોર્ટમ થયા પછી તેનો મૃતદેહ તેના સગાસંબંધીઓને સોંપી દીધો હતો….
આ બનાવના લીધે મૃતકના સગાસંબંધીઓ પણ આંચકો પામ્યા છે…. તાજેતરમાં જ MBBSની પરીક્ષા પૂરી થઈ હતી…. હવે તેના પેપરના પરિણામ પર નજર રહેશે…. હવે તે વિદ્યાર્થીની તેના ભણતરને લઈને ચિંતિત હતી કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રિત થયેલું છે…. ડોક્ટરીનું ભણતર આમ પણ અઘરું હોય છે અને તેના નબળા પરિણામના ડરે તો આત્મહત્યા કરી નથીને તે સંભાવના પર પોલીસ કામ કરી રહી છે…. જો કે આની ખબર તો હવે પરિણામ આવશે ત્યારે જ પડશે…..
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
