MANTAVYA Vishesh/ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવું છે, લાવો પાંચ હજાર રૂપિયા !

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાંભોરની કે.જે. ભાંભોર સ્કૂલમાં વિવાદ સર્જાયો છે. તેમા આદિવાસી વિદ્યાર્થી પાસેથી લાંચ માંગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં સ્કૂલની જ વ્યક્તિ લાંચ લેતી હોય તેવું જોઈ શકાય છે, પરંતુ સ્કૂલના સત્તાવાળાઓએ આ પ્રકારના આક્ષેપોને નકાર્યા છે. તેઓનો દાવો છે કે આખી વાતને જ ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.

Mantavya Vishesh

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાંભોરની કે.જે. ભાંભોર સ્કૂલમાં વિવાદ સર્જાયો છે. તેમા આદિવાસી વિદ્યાર્થી પાસેથી લાંચ માંગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં સ્કૂલની જ વ્યક્તિ લાંચ લેતી હોય તેવું જોઈ શકાય છે, પરંતુ સ્કૂલના સત્તાવાળાઓએ આ પ્રકારના આક્ષેપોને નકાર્યા છે. તેઓનો દાવો છે કે આખી વાતને જ ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.

આ આખા પ્રકરણમાં વિગતવાર જોઈએ તો ગ્રામીણ સ્તરે આદિવાસી વિદ્યાર્થીઓને કેવી રીતે ભરમાવવામાં આવે છે અને પછી તેઓ આ વાત સમજી જાય ત્યારે તેમનાથી કેવી રીતે પીછો છોડાવવામાં આવે છે તેવું બીજે ક્યાંય નહીં કે.જી. ભાભોર સ્કૂલમાં જોવા મળ્યું છે. આદિવાસી વિદ્યાર્થી પ્રદીપ દેહમા જ્યારે સ્કૂલમાં એડમિશન માટે આવ્યો ત્યારે આ કે.જી. ભાંભોર સ્કૂલે કોઈ માહિતી જ ન આપી અને ફક્ત એવું જણાવ્યું હતું કે આ સ્કૂલ સરકારી સ્કૂલ છે અને અહીં મફતમાં ભણવાનું હોય છે. આના કારણે આદિવાસી વિદ્યાર્થીએ ત્યાં એડમિશન લીધું, પરંતુ અહીં જ્યારે તેને ન ફાવ્યું અને તેણે બે મહિનામાં સ્કૂલ છોડવાની વાત કરી તો તેની પાસે એલસી આપતા પહેલાં 16 હજાર રૂપિયા આપવામાં આવ્યા અને છેલ્લે પાંચ હજાર રૂપિયા આપી એલસી આપવામાં આવ્યું. તેમને કહેવામાં આવ્યું કે આ રકમ તો તમને શિષ્યવૃત્તિ પેટે મળી જશે. જ્યારે વાસ્તવમાં તેમને આવી કોઈ રકમ મળતી નથી. તેણે જણાવ્યું હતું કે આદિવાસી સમુદાયના બાળકને આ રીતે બે-ત્રણ સ્કૂલો બદલવાની આવે તો તે દર વખતે પાંચ-પાંચ હજાર રૂપિયા ક્યાંથી ચૂકવે.

હવે આ અંગે સ્કૂલનો દાવો છે કે અમે આદિવાસી શું કોઈપણ વિદ્યાર્થી પાસેથી ગેરવાજબી ફી લેતા નથી. અમે જો આ રીતે લાંચ લેતા હોઈએ તો કંઈ તેની પહોંચ થોડી આપીએ. અમારે ત્યાં બધુ નિયમ મુજબ થાય છે અમારી સ્કૂલની આખા વર્ષની શૈક્ષણિક ફી 32,000 રૂપિયા છે. તેથી અડધા સત્રની ફી 16 હજાર રૂપિયા છે. હવે તે એડમિશન લઈને બે મહિનામાં સ્કૂલ છોડી દે તો અડધા સત્રની ફી તો તેણે ભરવી જ પડે, આ ફી અમે તેની પાસે માંગી હતી.

છેવટે તેની પાસે રૂપિયા ન હોવાથી અમે તેને પાંચ હજાર રૂપિયા લઈને એલસી આપ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે આદિવાસીના કુટુંબી કહે છે કે તેમને સરકારી સ્કૂલ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું હતું કે અમારી તો ખાનગી સ્કૂલ છે, પરંતુ તે કદાચ સરકારી શિષ્યવૃત્તિને સરકારી સ્કૂલ સમજ્યા હશે. સરકાર તરફથી આદિવાસી વિદ્યાર્થીઓના ક્વોટામાં આવતા અમુક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે તે પ્રકારની વાત તેમને જણાવી હશે તેના કારણ તેઓ એમ સમજ્યા હશે કે સરકાર ફી પૂરેપૂરી આપશે અને આ સ્કૂલ સરકારી છે. બાકી અમારી સ્કૂલ ખાનગી છે, તેનું ટ્રસ્ટ છે અને અમારે દર મહિને ટ્રસ્ટમી મીટિંગમાં બધો હિસાબ આપી દેવાનો હોય છે. તેથી ટ્રસ્ટના જે નિયમ હોય તે મુજબ બધું ચાલે છે.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી પાસેથી LCના પાંચ હજાર રૂપિયા માંગતો વાઇરલ થયેલો વિડીયો અમારી પાસે આવ્યો છે. અમે પોતે પણ આ વિડીયો જોયો છે.  કે.જે. ભાંભોર સ્કૂલ છે તે ખાનગી સ્કૂલ છે અને તે પ્રાઇવેટ સ્કૂલના નિયમો હેઠળ સ્થપાઈ છે. તેની પાસે પ્રવેશ ફી, સત્ર ફી, ટ્યુશન ફી અને નિયમ મુજબની બીજી ફી લેવાનો અધિકાર છે. હવે આ કિસ્સામાં જોઈએ તો વિદ્યાર્થીએ પ્રવેશ લીધા પછી બે જ મહિનામાં LC માંગ્યું છે. તેથી હવે સ્કૂલે તેની પાસેથી કઈ ફી લેવાની છે તે જોવાનું રહેશે. હવે તેને લઈને કોઈ ગેરસમજ થઈ છે કે આ પ્રકારે રૂપિયા લેવાય છે તે પણ અમે ચકાસીશું. તેમા સ્કૂલ કસૂરવાર ઠરશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે તે પણ ચકાસવામાં આવશે કે બીજી સ્કૂલો આવું કરે છે કે નહીં. સામાન્ય રીતે LC માટે કોઈ રૂપિયા આપવાના હોતા નથી. આવો કોઈ નિયમ પણ નથી. આ અંગે અમે વિદ્યાર્થી અને સ્કૂલ મેનેજમેન્ટ બંને પક્ષની વાત સાંભળીશું, અમારી ટીમ આખી વાતની તપાસ કરશે અને તેના અંગે નિર્ણય લેશે.

ટૂંકમાં આ આખી ઘટનાનો સાર એવો છે કે આદિવાસી વિસ્તારોમાં સ્કૂલો તો ખૂલી જાય છે, પરંતુ ગરીબ અને અભણ આદિવાસીઓ પાસેથી સ્કૂલ મેનેજમેન્ટ કોઈને કોઈ બહાને રૂપિયા ખંખેરી લે છે. તેમને સ્કૂલોમાં પ્રવેશ અપાવે છે અને તેમ કહેવાય છે કે તમે જે રૂપિયા ભરશો તે સરકાર તરફથી શિષ્યવૃત્તિમાં મળી જશે, પરંતુ જ્યારે આદિવાસી વિદ્યાર્થીને ખબર પડે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. પછી તેણે ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને રૂપિયા ભરવા પડે છે અથવા તો સ્કૂલમાંથી વિદાય લેવી પડે છે. આ વિદ્યાર્થીના કિસ્સામાં પણ આવું જ થયું હોવાનું માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો