MANTAVYA Vishesh/ નવનીત બાલધિયા સામેના હુમલામાં મુંબઈથી દોરીસંચાર

. ટ્રસ્ટી કે મેનેજિંગ ટ્રસ્ટી જે પણ હોય તેમા નવનીત બલોધિયાએ માથુ મારવાનું ક્યાં જરૂર હતી. આમ નવનીત બલોધિયાએ આ રીતે માયાભાઈને ફોન કરીને તેની હદ વટાવી હોવાનું ટ્રસ્ટી માનતા હોઈ શકે છે. તેથી આખો આ હુમલો મુંબઈના ઇશારે કરવામાં આવ્યો હોવાની પ્રબળ સંભાવના હોવાનું પણ માનવામાં આવે છે.

Mantavya Vishesh

બગદાણા ધામ, એક સેવક પર હુમલો, એક વિવાદ અને હવે કોળી અને આહિર સમાજ આમને સામને આ છે, આજે સૌરાષ્ટ્રના રાજકારણની સ્થિતિ. બગદાણા ધામના સેવક નવનીત બલોધિયા પર થયેલા હુમલાને લઈને સૌરાષ્ટ્રમાં જે રીતે રાજકીય ગરમી વ્યાપી છે તે જોતાં કોળી સમાજ અને આહિર સમાજ આમને સામને આવી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોળી સમાજ તેમના સમાજની વ્યક્તિ પર હુમલો કરનારા અસામાજિક તત્વોને સજા અપાવવા તત્પર બન્યો છે. જ્યારે આહિર સમાજને લાગી રહ્યુ છે કે માયાભાઈ પાસેથી એક બાબત વિશેની જાણકારીના અભાવે ખોટી રીતે માફી મંગાવવામાં આવી છે.

બગદાણાની ઘટનાને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ જણાવ્યું છે કે સરકાર આરોપીઓને સજા અપાવવા તત્પર છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલી રહી છે, કોલ ડિટેલ્સ નીકાળવામાં આવી રહી છે. સાંસદ નીમુબેન બાંભણિયા પણ નવનીત બલોધિયાની ખબર કાઢવા આવી પહોંચ્યા છે. તેમની સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ભૂતપૂર્વ મંત્રી આરસી મકવાણા સહિતના કોળી સમાજના આગેવાન આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી પણ આ બાબતને લઈને મેદાનમાં ઉતર્યા છે અને તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અસામાજિક તત્વો ફૂલ્યાફાલ્યા છે, એક ભૂતપૂર્વ સરપંચ પર આ રીતે હુમલો થાય તો બીજા લોકોનું શું થશે. તેમણે પોલીસ વહીવટીતંત્ર અને સરકાર સામે નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે.

આ ઉપરાંત હુમલા પછી નવીન બલોધિયા ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે તો પહેલા પોલીસ અધિકારીઓ દ્વારા ફરિયાદ લેવાને લઈને આનાકાની કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. પછી વધારે દબાણના લીધે પોલીસે ફરિયાદ તો નોંધી પરંતુ પછી તપાસને ડાઇવર્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો થયા છે.

આ સિવાય આ હુમલામાં મુંબઈની પાર્ટીની સંડોવણી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે યોગેશ સાગર બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી છે, પણ વાસ્તવમાં તે ટ્રસ્ટી જ છે. આ યોગેશ સાગર મુંબઈ ભાજપના વિધાનસભ્ય પણ છે અને બગદાણા ધામના ટ્રસ્ટી પણ છે. તેથી હવે તેઓને થયુ હોઈ શકે છે કે નવનીત બલોધિયાને કોણે ડહાપણ ડહોળવાનું કહ્યુ હતું કે ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી વચ્ચેનો તે ફોડ પાડે. ટ્રસ્ટીઓની વાતમાં આશ્રમના એક સેવકે વચ્ચે પડવાની ક્યાં જરૂર હતી. તે એક સેવક છે અને તેની કામગીરી સેવા પૂરતી સીમિત રખે. ટ્રસ્ટી કે મેનેજિંગ ટ્રસ્ટી જે પણ હોય તેમા નવનીત બલોધિયાએ માથુ મારવાનું ક્યાં જરૂર હતી. આમ નવનીત બલોધિયાએ આ રીતે માયાભાઈને ફોન કરીને તેની હદ વટાવી હોવાનું ટ્રસ્ટી માનતા હોઈ શકે છે. તેથી આખો આ હુમલો મુંબઈના ઇશારે કરવામાં આવ્યો હોવાની પ્રબળ સંભાવના હોવાનું પણ માનવામાં આવે છે.

આ ઉપરાંત હાલમાં હોસ્પિટલની સારવાર લેતા નવનીત બલોધિયાએ જણાવ્યું હતું કે હુમલો થયો તે પહેલા તેના પર માયાભાઈ આહિરના પુત્રનો ફોન આવ્યો હતો. તેણે મારા લોકેશનની પણ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત હુમલાખોરો પણ નવનીત બલોધિયાને મારવા દરમિયાન કોઈને સતત ફોન કરી રહ્યા હતા અને મારતો બતાવી રહ્યા હતા. આ આરોપીઓને ઝડપીને તેમની કોલ ડિટેલ્સની તપાસ થાય તે પણ જરૂરી છે. તેની સાથે તેમના અને સામાનના લોકેશનની પણ તપાસ થવી જોઈએ. આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે રાજ્ય સરકાર પાસે સિટની રચનાની માંગ કરવામાં આવી છે.

જો કે વાત અહીં પૂરી થતી નથી. નવનીત બલોધિયા પણ ઓછી માયા નથી. આ આખા કેસમાં સુરતની પાટીદાર મહિલા પણ ચિત્રમાં આવી છે. સુરતમાં રહેતી પાયલબેન વઘાસિયાએ નવનીત બાલઘિયા પર ત્રણથી ચાર કરોડની માટી ચોરીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ પાછી હીરાભાઈ સોલંકીને અપીલ પણ કરી છે કે જો તમે ગણતરીના કલાકોમાં પોલીસની બદલી કરાવી શકતા હોવ તો દોઢ વર્ષથી મારી સામે ચાલતી લડતમાં ન્યાય અપાવો.

તેમણે ભૂતપૂર્વ સરપંચ નવનીત બાલઘિયા પર આરોપ મૂકતા જણાવ્યું છે કે મારા મામાના ગામ બેડામાં આવેલી 172 વીઘા જમીનમાં કોઈની પણ જાણ વગર નવનીતે માટીની ચોરી કરી છે. અત્યાર સુધી તે ત્રણથી ચાર કરોડની માટીની ચોરી કરી ચૂક્યા છે. મેં આ અંગે નવનીતભાઈને ફોન કરીને સવાલ કર્યો હતો કે તમે કોની મંજૂરીથી આ માટી ઉઠાવી, કયા અધિકારે તમે અમારી જમીન પર પ્રવેશ્યા અને માટીને ઉઠાવી. મારા સવાલનો તે યોગ્ય જવાબ ન આપી શક્યા અને ઉડાવ જવાબ આપ્યો. તેની સાથે તેમણે તેમની પહોંચ છેક ગાંધીનગર સુધી હોવાનું કહ્યુ અને તેથી હું ચૂપ થઈ ગઈ.

રાજકીય વિશ્લેષકો માને છે કે કોળી સમાજના યુવાન પર આ પ્રકારનો હુમલો થયો અને તેના કારણે સોલંકી બંધુઓ અચાનક જ આટલા સક્રિય થઈ ગયા તેની પાછળ ખાસ રાજકારણ છે. 2017ની અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં આહિર સમાજના મતો પરસોત્તમ સોલંકીને જતા રોકવા માટે માયાભાઈ આહિરે તેમની સામે પ્રચાર કર્યો હતો. તેના કારણે પરસોત્તમ સોલંકીને આજે પણ તેમની સામે સતત મનદુઃખ છે. આના પગલે હવે કોળી સમાજના હુમલામાં માયાભાઈ આહિરના પુત્રનું નામ ખૂલ્યુ છે ત્યારે સોલંકી બંધુઓ હવે તેના મુદ્દે જરા પણ પીછેહઠ કરવા માંગતા નથી.

બીજું માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ રાજકારણમાં પગરણ માંડવાની તૈયારી જ કરી રહ્યો છે ત્યારે તેને ઉગતો જ વેતરી દેવાની તક સોલંકી બંધુઓને મળી ગઈ છે. આ વિવાદના કારણે તેની કારકિર્દી પણ દાવ પર લગાઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.

જયરાજ ભાવનગર જિલ્લા પંચાયતની ઢસા કે તળાજા બેઠક પરથી ઉતરી શકે છે. હવે કોળી સમાજ હુમલાના મુદ્દે ઉગ્ર વલણ અપનાવે તો જયરાજની ટિકિટ કપાઈ શકે છે. હાલમાં તળાજા બેઠક પર કોળી સમાજના ગૌતમ ચૌહાણ છે. હીરાભાઈ સોલંકી જિલ્લા પંચાયતની બેઠકો પર તેમની પક્કડ જાળવી રાખવા માંગે છે.

કોળી સમાજની વ્યક્તિ પર હુમલાના પગલે ધારાસભ્ય હીરા સોલંકીએ આહિર સમાજના પોલીસ અધિકારી પીઆઈ ડાંગરને હટાવવાનો પ્રયત્ન કરતાં સમાજમાં મોટી નારાજગી છે. તેથી આહિર સમાજ પણ હવે કોળી સમાજની સામે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યો હોવાનું મનાય છે. ટૂંકમાં બંને સમાજ એકબીજા સામે ખાંડા ખખડાવવાની તૈયારીમાં છે. એક નાનો ઝગડો કેટલો મોટો વિવાદ બની ગયો અને બે સમાજ કેવી રીતે સામસામે આવી ગયા તેનું ઉદાહરણ છે. પાછુ કોળી સમાજને ઠાકોર સમાજે આ વિવાદને લઈને સમર્થન આપ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો