કેમિકલ કાસ્ટરેશન એટલે શું..? શું તેનો ડર કોઈ બળાત્કારીના ઈરાદાને રોકી શકશે..? તેના દ્વારા સમાજમાં બળાત્કારની ઘટનાઓમાં ઘટાડો થઇ શકે છે..? આવો જોઈએ. સમાજમાં બનતી દુષ્કર્મની ઘટના જેવીકે હાથરસ હોય કે નીર્ભયાકાંડ, કે પછી હૈદરાબાદ હોય કે પછી અન્ય કોઈ કેસ સમાજમાં આવા કેસની વિરુદ્ધ લોકોનો ગુસ્સો પણ ન્યાયી છે કારણ કે બળાત્કારના વધતા આંકડા અને સરકારનું મૌન લોકોના હૃદયમાં ગુસ્સો વધારી દે છે.

કેમિકલ કેસ્ટરેશન એટલે શું?
આજકાલ બળાત્કાર એ એક સંસ્કૃતિ બની ગઈ છે, જેમાં છોકરીઓને ફક્ત વાસનાના દૃષ્ટિકોણથી જ જોવામાં આવે છે. કેમિકલ કાસ્ટરેશન એટલે કે પુરુષોની રાસાયણિક રીતે જાતીય ઇચ્છાને દૂર કરવામાં આવે છે. આ હાયપોથાલેમસમાં સ્થિત કામવાસનાને અક્ષમ કરે છે. કેમિકલ કાસ્ટરેશનનો અર્થ એ નથી કે પુરુષોના ખાનગી ભાગો કાપીને દૂર કરવામાં આવે છે.
ભારતમાં કેમિકલ કાસ્ટરેશનની માંગ પણ કરવામાં આવી હતી
ભારતમાં પણ, ૨૦૧૨ માં નિર્ભયા ઘટના દરમિયાન, રાસાયણિક કાસ્ટરેશનની માંગ વધી હતી, જેમાં દુષ્કર્મના દુર્લભ કેસોમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા નપુંસક બનાવવાની જોગવાઈ ઉભી કરવામાં માંગ કરવામાં આવી હતી. આ સિવાય ઘણા એવા દેશો છે જ્યાં કેમિકલ કાસ્ટરેશન કરવામાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે, અમેરિકામાં 1950 થી કેમિકલ કાસ્ટરેશન ઉપયોગમાં લેવાય છે. આ યુરોપના ઘણા દેશોમાં તેમજ ઇઝરાઇલ, આર્જેન્ટિનામાં લાગુ છે. તો હાલમાં જ પાકિસ્તાન સરકારે પણ રાસાયણિક કાસ્ટરેશનને મંજુરી આપી છે.
તેનો ઉપયોગ સૌ પ્રથમ 1944 માં થયો હતો જ્યારે પુરૂષના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું કરવા માટે ડાયેથિસ્ટિલબેસ્ટ્રોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

માનસિકતા બદલવાની જરૂર છે
ભારતની ન્યાય પ્રણાલીની હાલત એટલી નબળી છે કે દોષિતો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થઈ ચુક્યા હોય અને સજા કાપ્ય બાદ પોતાના ઘરે પરત ફરશે ત્યારે જેમના લગ્ન કરાશે અને સરળ જીવન જીવવા તરફ આગળ વધશે તો આ કેસમાં એ સ્ત્રીઓની હાલત શું હશે..? જો કે, આ એક અલગ પાસુ છે, જેની ચર્ચા અહીં નહી જ કરીએ.
રાસાયણિક કાસ્ટરેશન સેક્સ ડ્રાઇવને ઘટાડે અથવા સેક્સ માટેની ઇચ્છાને સમાપ્ત કરે, પરંતુ પુરુષોની વિચારસરણી બદલાશે નહીં. રાસાયણિક પ્રક્રિયા પછી પણ, તે ફક્ત પુરુષોના જાતીય ઈચ્છા ને સમાપ્ત કરવાની બાબત છે, જેના દ્વારા ફક્ત બળાત્કારને રોકવાની અપેક્ષા રાખી શકાય છે, પરંતુ માનસિકતા બદલવામાં હજુ વધુ રાહ જોવી રહી….!!
