આજકાલ ગુજરતી ભાષાની સાથે હિન્દી કે અંગ્રેજી ભાષાના ઘણા શબ્દો મિક્ષ થઇ ગયા છે. આપણે ઈચ્છીએ તો પણ તેને આપણી ભાષામાંથી અલગ કરી શકીએ તેમ નથી. કોઈપણ પ્રાંતમાં આપણે રહેતાં હોઈએ, પણ બોલચાલમાં રોજિંદી ભાષા સાથે આવા શ્બદોનો પ્રયોગ સામાન્ય થઇ ગયો છે. ઘણી વર્તો આપણે તે શબ્દો કે વાક્યનો પૂર્ણ રૂપે ભાષાંતર પણ જનતા હોતા નથી…
અન્ય લોકો આ શબ્દનો પ્રયોગ કરતાં હોય છે તેથી આપણે પણ કરીએ છીંએ. આ પ્રકારના શબ્દોમાં કેટલાંક શબ્દો એવા છે કે, જેને આપણે શૉર્ટ કરીને બોલીએ છીએ, પરંતુ તેનું ફૂલ ફોર્મ શું છે?

તેના વિશે આપણે જાણકારી રાખતાં હોતાં નથી. ઘણી વખત આપણે તેના પૂર્ણ સ્વરૂપને પણ જાણતાં હોતાં નથી, છતાં પણ આપણે છૂટથી આ પ્રકારના વાક્યો કે શબ્દનો ઉપયોગ કરીએ છીંએ. આ પ્રકારનો શબ્દો કે વાક્યો જેનો આપણે ખૂબ જ સહજતાથી ઉપયોગ કરીએ છીંએ જો તેનો આપણે પૂર્ણ અર્થ કે ફૂલફૉર્મ ખબર હોય તે ખૂબ જ જરૂરી છે.

જેમ કે, ‘ઓકે’ શબ્દનું ફૂલ ફૉર્મ શું છે? તો મોટેરાઓની સ્થિતિ માથું ખંજવાળા જેવી થઈ જાય! આ પ્રકારના શૉર્ટ શબ્દોનો અર્થ જાણવો જરૂરી છે, આ પ્રકારના શૉર્ટ શબ્દોનું લિસ્ટ ઘણું લાંબુ છે. તો ચાલો આપણે આ પ્રકારનો એક શબ્દ છે ‘આરઆઈપી’ (રીપ) વિશે જાણીએ.

હાલ સોશિયલ મીડિયાનો યુગ છે.. કહેવાય છે જ્યાં ન પહોંચે ત્યાં પહોંચે રવી… પરંતુ હવે આ કહેવત બદલવાની જરૂર જણાય છે નવી કહેવત એવી કરવી જોઈએ કે, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે મોબાઈલની ડબલી! ખૈર જ્યારે કોઈના ઘરે મૃત્યુનો દુ:ખદ પ્રસંગ બન્યો હોય ત્યારે પોતાના સગા-સંબંધીઓથી માંડીને મિત્રો સુધી આ દુ:ખદ સમાચાર પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત આ દુ:ખદ સમાચાર અન્યો સુધી પહોંચાડવા માટે વ્હોટ્સએપ ઉપર ઉપલબ્ધ ‘સ્ટેટસ’ નામના ફીચરનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આપ્તજન જ્યારે મુશ્કેલીમાં હોય અથવા તેમના ઘરમાં કોઈ દુ:ખદ પ્રસંગ આવી પડ્યો હોય ત્યારે તેમના સ્નેહીઓ તેના દુ:ખમાં ભાગીદાર થતાં હોય છે. સાથે-સાથે શોશિયલ મીડિયા ઉપર દર્શાવાયેલા અશુભ સમાચારનો જવાબ પણ આપતાં હોય છે, વિવિધ ટિપ્પણીઓ કરતાં હોય છે.

‘પ્રભુ તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે..’, ‘કુદરત સામે સૌ કોઈ લાચાર છે..’, ‘જે થવાનું હતું તે થઈ ગયું, હિમત રાખજો..’ આ પ્રકારના મૅસેજ ફોરવર્ડ કરે છે. આ પ્રકારની દુ:ખદ ઘટના વખતે આ પ્રકારના મૅસેજ આપ લોકોએ જોયા-વાંચ્યા હશે, ક્યારેક ટિપ્પણી વિભાગમાં ‘રીપ’ (આરઆઈપી) શબ્દ પણ વાંચ્યો હશે. તો શું આપ જાણો છો આ ‘રીપ’ એટલે શું? અને તે શા માટે લખવામાં આવે છે?

ઘણી વખત મૃતદેહની દફન વિધિ વખતે મૃતકની કબર ઉપર ‘રીપ’ લખવામાં આવે છે. તમે જ્યારે કોઈ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હો ત્યારે આ શબ્દનો ઉપયોગ કરો છો. ટૂંકમાં મૃતકના પરિવારજનોને શાંત્વના આપવા માટે આ શબ્દનું પ્રયોજન કરવામાં આવે છે. ઉપરાંત મૃતકને શાંતિ મળે એ હેતુથી તેમાન મોક્ષાર્થે પણ આ પ્રકારનું વાક્ય લખવામાં આવે છે. ‘રીપ’નો અર્થ થાય છે ‘રેસ્ટ ઈન પીસ’ આ શબ્દ ‘લેટિન’ છે. ટૂંકમાં ‘રીપ’ લખવાથી મૃતકને શ્રદ્ધાંજલિ પણ અપાઈ જાય છે, સાથે-સાથે મૃતકના પરિજનોને પણ શાંત્વના આપી શકાય છે.
