Not Set/ દરેક બાળકની એક વિશિષ્ટ સિદ્ધિ હોય છે, તેનો ઉપયોગ કરો પણ દેખાડા માટે નહિ…!

‘અભય’ જેવું નામ તેવા ગુણ… તેની માતા અદિતિ માટે અભય એટલે જાણે ઈશ્વરનું વરદાન. અદિતિ હંમેશા એવું કહેતી કે ઈશ્વરે મને જોઈતો હતો તેવો જ દીકરો આપ્યો છે. તેની તેજસ્વિતા ખરેખર ખૂબ જ સારી છે. એક માતા તરીકે અદિતિ હંમેશા ગર્વ

Trending Lifestyle Mantavya Vishesh Relationships

માતૃત્વ : ભાવિની વસાણી @ મંતવ્ય ન્યૂઝ

‘અભય’ જેવું નામ તેવા ગુણ… તેની માતા અદિતિ માટે અભય એટલે જાણે ઈશ્વરનું વરદાન. અદિતિ હંમેશા એવું કહેતી કે ઈશ્વરે મને જોઈતો હતો તેવો જ દીકરો આપ્યો છે. તેની તેજસ્વિતા ખરેખર ખૂબ જ સારી છે. એક માતા તરીકે અદિતિ હંમેશા ગર્વ અનુભવતી હતી. જોકે અભયના સારા ઉછેરમાં અદિતીનો પણ અનેરો ફાળો હતો. અભય શહેરની બેસ્ટ સ્કૂલમાં જુનિયર કે.જી.માં અભ્યાસ કરતો હતો ત્યારે અભય શાળા દ્વારા આયોજિત ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં પ્રથમ આવ્યો હતો. જોકે તેની પાછળ અદિતિએ પણ ઘણી મહેનત લીધી હતી. માત્ર સાડા ત્રણ-પોણા ચાર વર્ષની વયનો બાળક અભય ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં આત્મવિશ્વાસ સાથે ‘શ્રવણ’નું પાત્ર ભજવે છે. અને તેના દ્વારા બોલવામાં આવેલા ખાસ હાવભાવ સાથેના સંવાદ અને તેના પારંપરિક વસ્ત્ર પરિધાનના આધારે તેણે નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા. એટલું જ નહીં તેની સ્કૂલમાં પ્રિ-પ્રાઇમરીમાં અભય પ્રથમ આવ્યો હતો.

સાવધાન! / આવતીકાલથી આગામી નિર્દેશ સુધી અમદાવાદનાં બાગ-બગીચા બંધ

જો કે અભય ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા બાદ અદિતીને એક અનોખી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. તે જેને પોતાની સખી માનતી હતી તે રિદ્ધિ કે જેનો દીકરો પ્રેમ અભય કરતાં એક વર્ષ નાનો અને તેની જ સ્કૂલમાં ભણતો હતો. તેને અભયની ખૂબ જ ઇર્ષા થઇ તેના કારણે અદિતિને જાણે દુશ્મન માનવા લાગી હતી. બંને ખૂબ જ સારી સખીઓ હોવા છતાં પણ તેણે અભયના વિજેતા થવા બદલ શુભેચ્છા પણ પાઠવી ન હતી. ત્યારે અદિતિએ મન મોટું રાખીને રિદ્ધિના દિકરાનું સ્ટેજ પર્ફોર્મન્સ કેવું રહ્યું? તેમ સામેથી ફોન કરીને પૂછ્યું હતું. રિદ્ધિએ પોતાના દીકરાને ફેન્સી ડ્રેસમાં એક ‘કાર’ બનાવ્યો હતો. ત્યારે તેણીએ જણાવ્યું હતું કે તેનો દીકરો સ્ટેજ પર બોલી શક્યો નહીં, (સ્કુલ માંથી આવેલા સર્ક્યુલરમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધાના ત્રણ નિયમોમાંથી પ્રથમ નિયમ બાળકની સ્પીચ , બીજું એક્સપ્રેશન અને ત્રીજું ડ્રેસિંગ ધ્યાનમાં લેવામાં આવશે. તેવું જણાવવામાં આવ્યું હતું.) જેથી તેનો નંબર આવ્યો નથી. પરંતુ પોતે તેના શિક્ષક પાસે વીડિયોની માગણી કરી છે જેથી તેને ખબર પડે કે તેના દીકરો પ્રેમ ખરેખર બોલ્યો છે કે કેમ ? રિદ્ધિ અદિતિને પોતાની ઇચ્છા થાય ત્યારે ફોન કરતી હતી. પરંતુ આ વાર્તાલાપના બે-ચાર દિવસ પછી એક વખત અદિતિ જ્યારે રિદ્ધિને ફોન કરવા જાય છે, ત્યારે પોતાનો મોબાઈલ નંબર રિદ્ધિ દ્વારા બ્લોક થયેલો જુએ છે,અને તેને ખૂબ જ દુઃખ થાય છે. પરંતુ આમ છતાં અદિતીને એવું લાગે છે કે કદાચ ભૂતકાળમાં તેનાથી કંઈ ભૂલતો નહિ થઇ હોય ને ? માટે ખૂબ જ યાદ કરે છે પરંતુ છેલ્લા પંદર દિવસથી તો તે દીકરાને ફેન્સી ડ્રેસની સ્પર્ધા માટે તૈયારી કરાવવા માટે રાત-દિવસ એક કરી રહી હતી. આ દરમિયાન રિદ્ધિના ફોન વચ્ચે-વચ્ચે આવતા ત્યારે તેની સાથે ક્યારેક વાત થઈ જતી હતી. પરંતુ પોતાના દ્વારા રિદ્ધિને કશું ખોટું કહેવાયું હોય તેવું તેને લાગ્યું નહીં.

હત્યા કે આત્મહત્યા? / BJP સાંસદનું શંકાસ્પદ મોત, પંખે લટકતી હાલતમાં મળ્યો શવ

Every child is special - Orchids The International School

પછી તેને યાદ આવે છે કે તેણે રિદ્ધિને પ્રેમનો જ્યારે ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં નંબર નથી આવ્યો તેમ છતાં પોતે મિત્ર હોવાના નાતે પ્રોત્સાહન આપ્યું હતું તેના શબ્દો કંઈક આવા હતા. “કંઈ વાંધો નહીં નંબર ન આવ્યો તો શું થયું ? બાળક પોતાની જાતને એક વખત મંચ પર આત્મવિશ્વાસ સાથે ઉભો કરે તે આ ઉંમરમાં સૌથી મોટી બાબત છે. પ્રેમને કદાચ સ્ટેજફીયર હશે તો તેમાં કોઈ ચિંતાની બાબત નથી. ધીમે-ધીમે આ રીતે ભાગ લેવડાવતા જવાથી જ તેનો સ્ટેજ ફિયર દૂર થતો જશે. બીજું ભગવાને દરેક બાળકને અલગ- અલગ વિશેષતા આપી હોય છે. એ ન્યાય મુજબ અભયને પ્રેમ જેટલું સારું ડ્રોઈંગ આવડતું નથી. પરંતુ અભય બોલવામાં પાવરધા છે. મારા ખ્યાલથી પ્રેમને ડ્રોઈંગમાં વધારે તાલીમ આપી અને એ દિશામાં કામ કરીશ તો તને ખરેખર પરિણામ જોવા મળશે.” રહી વાત પોતાના દીકરા અભયના નંબર આવવાની, તો પોતે છેલ્લા પંદર દિવસથી શ્રવણ માટેનો પોશાક આબેહૂબ લાગે તે માટે પ્રયત્નશીલ હતી અને ખૂબ જ તૈયારીઓ કરી હતી. આ સિવાય તેને ધોતી પહેરવાની હતી તે સ્પર્ધાના નિયમો મુજબ તૈયાર ન હોવી જોઈએ, આ માટે પોતે યૂટ્યુબમાં વિડીયો જોઈ-જોઈને દીકરાને ધોતી પહેરાવતા શીખી હતી. એટલું જ નહીં છેલ્લા એક અઠવાડિયામાં નાનકડા અભય પાસે રોજ સવાર, બપોર અને સાંજ ત્રણ વખત ધોતી અને પહેરણ સાથે પ્રેક્ટીસ કરાવતી હતી. જેના કારણે અભય આ કપડામાં પણ સહજતાથી તેનો અભિનય કરી શક્યો હતો. ત્યારે રિદ્ધિ જણાવે છે કે મારા પતિ રિતેશે પણ મેજિક કાર યૂટ્યુબમાં વિડીયો જોઈને બોર્ડમાંથી બનાવી હતી, અને તેના માટે છેલ્લા ત્રણ દિવસથી મહેનત કરતા હતા. છતાં દીકરો બોલી ન શક્યો તે બદલ તેણી નિરાશ હતી. આ વખતે અદિતિથી જેટલી સકારાત્મક સમજણ આપી શકાય તેટલી તેને આપી હતી. પરંતુ પ્રેમ કરતાં પણ વધારે તેની મમ્મી રિદ્ધિને જાણે મોટો જંગ હારી ગઈ હોય તેવું દુઃખ થયું હતું.

કોરોના બ્લાસ્ટ / અમદાવાદમાં 56 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં, સૌથી વધુ કેસ ગોધરેજ ગાર્ડન સિટીમાં

આ વખતે કોઈપણ વ્યક્તિને અદિતિની જગ્યા પર હોય તો પોતાને કઈ બાબતની સજા મળી રહી છે ? તે ન જ સમજાય તે સ્વાભાવિક છે. અદિતિએ આ બાબતને ભુલાવી પોતાના તરફથી બાળઉછેરમાં સમય આપવાનું ચાલુ રાખ્યું હતું. જોકે થોડા દિવસ બાદ સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પીટીશન આવી હતી. જેમાં ‘પ્રેમ’વિજેતા થયો હતો. ત્યારે તેના ફોટા સ્કૂલની સોશિયલ સાઇટ પર જોયા બાદ અદિતિએ રિદ્ધિને સામેથી મેસેજ કરીને શુભેચ્છા પાઠવી હતી. આ વખતે રિદ્ધિનો સામેથી ફોન આવ્યો અને ત્યારે આદિતિએ પોતાને કેમ બ્લોક કરી છે ? તે વિશે પૂછ્યું. ત્યારે પહેલા તો તેણે એમ કહ્યું કે ભૂલથી પ્રેમ દ્વારા આવું થયું હશે. જોકે અદિતિએ જ્યારે ફોન કર્યા હોય બ્લોક હોય છતાં મિસકોલતો બતાવે, ત્યારે રીપ્લાયમાં પોતે કેમ જવાબ ન આપ્યો ? ત્યારે રિદ્ધિ કહે છે કે ખરેખર તે દિવસે તેને અભયની ઈર્ષા આવી હતી. અને ગુસ્સામાં તેણે અદિતિને ફોનમાં બ્લોક કરી દીધી હતી. આ વખતે અદિતીના જે શબ્દો છે તે દરેક માતા- પિતાએ યાદ રાખવાની જરૂર છે. અદિતિ જણાવે છે કે તેણે તે દિવસે ફોન વાર્તાલાપમાં પણ સમજાવવાની કોશિશ કરી હતી કે દરેક બાળકને પોતાની અનોખી વિશેષતા હોય છે. આજે ફરીથી કહું છું તારી મિત્ર છું મને જો ખરેખર મિત્ર માનતી હોય તો સાંભળ…….

Every child is Unique - BIT Blog

“ઈશ્વરે સૃષ્ટિમાં જાતજાતની વિવિધતાઓ રાખી છે. જાતજાતના ફળ, ફૂલ અને શાકભાજી ઉગાડયા છે. વિશ્વભરમાં જાત-જાતના પંખીઓ અને પ્રાણીઓ છે, અને સૌથી મોટી બાબત એ છે કે દરેક બીજા કરતા કંઇક અલગપણું કે વિશિષ્ટતા ધરાવે છે. આપણે એક હાથના પાંચ આંગળા પણ સરખા નથી હોતા. એક પરિવારના દરેક સભ્યો પણ એક-બીજા જેવા નથી હોતા. દરેકમાં કંઈક ને કંઈક એવું હોય છે જે તેનું પોતાનું અને વિશેષ હોય છે. મારા દીકરા અભયની અંદર બોલવાની આવડત રહેલી છે. જેને માતા તરીકે પોતે જ પારખી હતી, જેને લઇને તેને બોલવા માટેની કોઈપણ પ્રવૃત્તિમાં પોતે સજ્જ કરતી હતી. જેટલી મહેનત પોતે કરતી તેટલી જ સામે અભયની પાસે પણ કરાવતી આવી છે. આ માટે બંનેના ૫૦ ટકા મળી અને સો ટકા થતા હોય અભયના નંબર રેસીટેશન તેમજ ફેન્સી ડ્રેસ જેવી સ્પીચ રિલેટેડ સ્પર્ધાઓમાં આવતો હતો. આ ઉપરાંત પોતે વ્યક્તિ વિકાસ કેન્દ્રમાં કાર્યકર્તા તેમજ પ્રશિક્ષક તરીકે કામ કરી ચૂકી હોય તેની શક્તિ તેના બાળકમાં રૂપાંતરિત થતી આવી છે. આ સિવાય આગળ અદિતિ જણાવે છે કે આપણે માત્ર ફળોના જ ઉદાહરણ લઈએ તો દરેક ફળમાં અલગ પ્રકારની ગુણવત્તા રહેલી છે. કેળું એમ કહે કે હું સફરજન જેવું કેમ નહીં ? સફરજન એમ કહે કે હું કેરી જેવું કેમ નહીં ? કેરી એમ કહે કે હું દાડમ જેવી કેમ નહીં ? તો કેમ ચાલે.

MOVIE SYNOPSIS : EVERY CHILD IS SPECIAL (TAREE ZAMEEN PAR) - JAYVAN PONCE

બીજી વાત કે આપણા બાળક આપણી પોતાની જીવંત પ્રતિકૃતિ હોય છે. તે કોઈ આપણી માલિકીની ચીજવસ્તુ નથી કે જેના કારણે આપણે દેખાડો કરવા માટે તેનો ઉપયોગ કરીએ કે પછી બાળકને એકબીજા સાથે સીધા સ્પર્ધામાં ઉતારી દઇએ. ટેલિવિઝનમાં એક જાહેરાત આવે છે ‘તેરી સાડી મેરી સાડી સે સફેદ કૈસે ?’ તેવો ઈર્ષા ભાવ આપણે બાળકની બાબતમાં ન રાખવો જોઈએ. અદિતિ આગળ જણાવે છે કે પોતે અભયને સ્પર્ધામાં ભાગ જરૂર લેવડાવે છે પરંતુ ક્યારેય નંબર મળે તેવી આશા અભય પાસે રાખતી નથી. અભયને અદિતિ કોઈપણ સ્પર્ધામાં ભાગ લેતા પહેલા જણાવતી કે તું મારા માટે જીતેલો જ છે, તું જ્યારે સુંદર બોલીને આવીશને ? બધા તારા માટે તાળીઓ પાડશે, તે જ મોટી જીત છે. જો તું સુંદર બોલીને આવીશ અને આટલી બધી તાળીઓ મળશે તો તારા માટે ગિફ્ટ હું લઇ આપીશ. અને અભય ખરેખર જ્યારે શાળાએથી ઘરે આવે ત્યારે પોતે તેને ગિફ્ટ આપતી ભલે નંબર આવે કે ન આવે, કોઈપણ સ્પર્ધાનાં પરિણામો સ્કૂલ તરફથી અઠવાડિયા પછી આવતા હોય છે જ્યારે અભયને તો અઠવાડિયા પહેલાં જ પોતાના દ્વારા ગિફ્ટ મળી જતી હતી.”

સામાપક્ષે રિદ્ધિનો પણ જવાબ હતો કે દીદી તમે સાચું કહો છો. તમે બેસ્ટ મધર છો. હું હવે મારા દીકરા પ્રેમને ડ્રોઈંગ માટે ક્લાસીસ જોઇન કરાવીશ તેમજ આ સિવાય તેને ગમતી હશે તે પ્રવૃત્તિમાં આગળ વધારીશ. અને પોતાની અપેક્ષાના કારણે પ્રેમને સ્પર્ધામાં નહીં ઉતારીશ. આ વાતને આજે ત્રણ વર્ષ થઇ ગયા છે અને પ્રેમ રાજ્ય કક્ષાએ તેની ઉંમરના બાળકો માટેની ડ્રોઈંગની સ્પર્ધામાં વિજેતા બને છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…