MANTAVYA Vishesh/ ચૂંટણી લડવાની જાહેરાતની સાથે જ ખજૂરભાઈ પર આક્ષેપોનો વરસાદ શરૂ !

રાજકારણમાં એન્ટ્રી મારો અને આક્ષેપોનો સામનો કરવો ન પડે તેવું તો બનતું જ નથી. ખજૂરભાઈના ઉપનામથી જાણીતા નીતિન જાનીએ જેવી 2027માં ચૂંટણી લડવાનો ઇરાદો વ્યક્ત કરીને રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી તરત જ તેમની સામે જૂના કેસો ખૂલવા માંડ્યા છે.

Mantavya Vishesh

રાજકારણમાં એન્ટ્રી મારો અને આક્ષેપોનો સામનો કરવો ન પડે તેવું તો બનતું જ નથી. ખજૂરભાઈના ઉપનામથી જાણીતા નીતિન જાનીએ જેવી 2027માં ચૂંટણી લડવાનો ઇરાદો વ્યક્ત કરીને રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી તરત જ તેમની સામે જૂના કેસો ખૂલવા માંડ્યા છે. હજી જાહેરાત જ કરી છે ત્યાં તેમના પર આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. કદાચ તેમને રાજકારણની તાલીમ પણ મળવા લાગી છે. તેમની અગાઉની જે પણ ભૂલો કે ક્ષતિઓ હતી તેને હવે માઇક્રો લેવલથી જોવાનું શરૂ થઈ ગયું છે. તેમણે કરેલા સામાજિક કાર્યોને અને સમાજ સેવા ફક્ત ચૂંટણીમાં ઝંપલાવવા માટે જ કરવામાં આવી હતી તેવી ઇમેજ ઊભી કરવાના પ્રયત્નો શરૂ થયા છે.

વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે જણાવ્યું છે કે સમાજસેવાનો અંચળો ઓઢીને ફરતા નીતિન જાનીના કેટલાય કૌભાંડીઓ સાથે કનેકશન છે. તે કેટલાય કૌભાંડમાં ભાગીદાર છે. કૌભાંડીઓ ભલે જેલમાં ગયા, પરંતુ નીતિન જાનીએ કૌભાંડીઓ પાસેથી મોટાપાયા પર રૂપિયા વસૂલ્યા છે. તેઓ કૌભાંડીઓની લોભામણી સ્કીમોની ફક્ત જાહેરાત જ કરતાં ન હતા, પણ તેમના કારોબારમાં અમુક ટકા હિસ્સો પણ જણાવતા હતા.

કીર્તિ પટેલે જણાવ્યું હતું કે હું જેલમાં હતી ત્યારે સુરતના ચકચારી શાહ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના આરોપી હાર્દિક અને તેની પત્ની પૂજા શાહને મળી હતી, કારણ કે અમે બેરેકમાં જોડે હતા. પૂજા શાહે જણાવ્યું હતું કે નીતિન જાનીએ ફક્ત તેની કંપનીઓની જાહેરાત જ કરી હતી એવું નથી, તેમા તે હિસ્સો પણ ધરાવતો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તે આ કૌભાંડ કરનારી કંપનીમાં પણ હિસ્સો ધરાવતો હતો. આમ તે આખા સ્કેમમાં પણ 20 ટકાનો ભાગીદાર હતો. લાલો લાભ વગર ન લોટે તેમ નીતિન જાની રૂપિયા વગર કામ કરતો નથી તેમ તેનું કહેવું છે.

તેનો દાવો છે કે નીતિન જાનીને શાહ દંપતીના આખા ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડની ખબર છે, ફક્ત ખબર જ નથી  તે તેમા હિસ્સેદાર પણ છે. પણ સદનસીબે તે કાયદાની ચુંગાલમાંથી બચી ગયો છે.  આ સિવાય ખજૂર ઉર્ફે નીતિન જાનીએ જેટલી પણ જાહેરાતો કરી છે, તેમા તેણે જાહેરાતના તો રૂપિયા લીધા જ છે, પરંતુ તેની સાથે તે જેની જાહેરાત કરે છે તે કંપનીમાં અમુક ટકાની હિસ્સેદારી પણ લે છે. આમ લોકોને ઠગવા માટેની સ્કીમમાં પણ હજૂર એટલે કે નીતિન જાનીની ભાગીદારી રહેતી જ હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કેટલીય લોભામણી ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સનો રાફડો ફાટ્યો છે, તેમા ઘણી સ્કીમમાં નીતિન જાનીએ જાહેરાત પણ કરી છે અને તે તેમા હિસ્સેદાર પણ છે.

આમ ખજૂરભાઈ મેદાનમાં ઉતરતા હવે તેમના ભૂતકાળનો પરતો ઉખડવા લાગી છે. વિરોધીઓ મેદાનમાં આવવા લાગ્યા છે. આ હજી એવા વિરોધીઓ છે જેઓ કંઈ તેમની સામે ચૂંટણી લડવાના પણ નથી. છતાં પણ ખજૂરભાઈના વિરોધમાં મેદાનમાં ઉતરી પડ્યા છે. હવે ખજૂરભાઈની ચૂંટણી લડે તેની સામે ખજૂરને શું વાંધો હોય, પણ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરને બીજો ઇન્ફ્લુઅન્સર તેના કરતાં વધારે લોકપ્રિય થઈ જાય તેની ચિંતા હંમેશા રહેવાની જ. તેથી જ હંમેશા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જરા વધારે લોકપ્રિય થાય તો તેની પાછળ બીજું કોઈ પડે કે ન પડે, પરંતુ બીજો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તેની પાછળ ચોક્કસ પડી જશે. તેને લાગતુ હશે કે મારાથી વધારે તારા ફોલોઅર્સ કઈ રીતે હોઈ શકે. બસ આ જ ઇર્ષાની લાગણી કારણભૂત હોય છે.

હવે ખજૂરભાઈ ચૂંટણી લડે કે ન લડે કીર્તિ પટેલને તેનો શું ફરક પડે, પણ તેમણે જેવી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારે તરત જ કીર્તિ પટેલ મેદાનમાં કૂદી પડી. હવે કીર્તિ પટેલ પાસે ખજૂરભાઈ સામે પુરાવા હોય તો ખરેખર તેણે તેના પર વિડીયો પોસ્ટ કરતા પહેલા કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તે પુરાવા પોલીસ તથા કોર્ટમાં જમા કરાવવા જોઈએ. પણ કીર્તિ પટેલ આવું કશું જ નહીં કરે. તે ફક્ત થૂંક જ ઉડાડશે, તેની પાસે ખજૂરભાઈ અંગે આટલી બધી જાણકારી હતી તો તેણે અત્યાર સુધી કેમ જાહેર ન કરી. શું તે રાહ જોતી હતી કે ખજૂરભાઈ કોઈ મોટું કામ કરે કે ચૂંટણી લડવાની જાહેરાત કરે પછી જ હું તેમની કામોનો પર્દાફાશ કરું.

આ બતાવે છે કે જો તમારે દુશ્મનો બનાવવા હોય તો કશું જ ન કરો ફક્ત ચૂંટણી લડવાની જાહેરાત કરો, પછી તમે કલ્પ્યા ન હોય તેવા તમારા કૌભાંડો બહાર આવશે, અકલ્પનીય આક્ષેપો થશે. આમ ખજૂરભાઈ સામે કીર્તિ પટેલથી તો પ્રારંભ થયો છે, હજી તો આવા કેટલાય આક્ષેપોનો સિલસિલો શરૂ થઈ જશે. આમ ખજૂરભાઈને રાજકારણની તાલીમ મળવા લાગી છે. ખજૂરભાઈ હજી સુધી કીર્તિ પટેલના આરોપોનો જવાબ આપ્યો નથી, કદાચ એટલે નહીં આપ્યો હોય કે તેમણે કદાચ હજી આવા કેટલાય આરોપોનો જવાબ આપવો પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર

આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ