Lifestyle: શિયાળો (Winter) શરુ થઇ ગયો છે અને સૌને હવે આ ઠંડીની ઋતુમાં ભાત-ભાતનું ખાવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. સૌથી વધારે મજા જુદી-જુદી જાતના પરોઠા (Paratha) ખાઇને આવે છે જેમ કે, આલુ પરોઠા, કોબીજ પરોઠા, મૂળાના પરોઠા, મેથી પરોઠા, પાલખ પરોઠા (Aloo Paratha, Muli Paratha, Methi Paratha, Palak Paratha) વગેરે…પરંતુ તમને જણાવી દઇએ કે, કૉલી ફ્લાવર પરોઠા (Cauli Flower Paratha) બનાવવાનું સરળ નથી હોતું અને વણતી વખતે એ ફાટવાનો ડર પણ રહે છે જેથી સ્વાદ અને આકાર બંને ખરાબ થઇ જાય છે! પરંતુ આ 2 સિક્રેટ ટિપ્સ (Tips)થી તમે ફ્લાવર પરોઠા બનાવશો તો એ કદી નહિં ફાટે અને ખાવાનો આનંદ આવી જશે!
કૉલી ફ્લાવર પરોઠા બનાવવાનું આસાન નથી અને વણતી વખતે ફાટવાની સંભાવના રહે છે. પણ આ ટિપ્સથી બનાવશો તો ક્યારેય નહિં ફાટે! તો ફટાફટ નોંધી લો આ પરોઠાની રેસિપી (Recipe)…એ બનાવવા માટેની સામગ્રી અને બનાવવાની વિધિ અંગે જાણીશુ.

શી રીતે બનાવશો ફ્લાવર પરોઠા?
ફ્લાવર પરોઠા બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
લોટ બાંધવા માટે
ઘઉંનો લોટ 2 કપ
મેંદાનો લોટ 1 કપ
સ્વાદાનુસાર મીઠું
1 ચમચી તેલ

સ્ટફિંગ માટે
1 નાનું છીણેલું કૉલી ફ્લાવર
2 ઝીણા સમારેલા લીલા મરચાં
ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
2 ચમચી ધાણાજીરું પાઉડર
2 ચમચી લાલ મરચું
અડધી ચમચી ગરમ મસાલો
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
1. કૉલી ફ્લાવરના પરોઠા બનાવવા માટે તમારે સૌપ્રથમ તમામ સામગ્રી વડે સૉફટ લોટ બાંધી લેવાનો રહેશે.
2. ફ્લાવરને સારી રીતે ધોઇને એનું પાણી સુકાવા દેવું. હવે આ કોરી થયેલા કૉલી ફ્લાવરને બારીક છીણી વડે છીણી લો,
3. પ્રથમ રીત પ્રમાણે, આ છીણેલા ફ્લાવરને એક કપડામાં બાંધીને ટાઇટ નીચોવી લો.
4. હવે એમાં ઝીણા સમારેલા લીલા મરચાં, કોથમીર, આદુ-લસણની પેસ્ટ, મીઠું, ધાણા પાઉડર, લાલ મરચું અને ગરમ મસાલો મિક્સ કરી લો.
5. હવે લોટમાંથી લુવા બનાવીને એમાં 1થી 2 ચમચી સ્ટફિંગ (Stuffing) ભરી સારી રીતે સીલ કરો. પાટલી પર અટામણ ભભરાવીને લુવાને હળવા હાથેથી થેપી લો. પછી એને હળવેથી વણી લો. અટામણ લગાવતા જઇને વણવા. પરોઠા બિલકુલ નહિં ફાટે.
6. બીજી રીત એ છે કે, ફ્લાવરને છીણી લો. એક પૅનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને એમાં હીંગ અને જીરું ઉમેરો. ત્યારબાદ ફ્લાવર નાખીને એને હળવું શેકી લો.
7. મીઠા (Salt)ને બાદ કરતાં તમામ મસાલા ઉમેરી દેવા અને સારી રીતે હલાવી લેવું.
8. મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ એમાં મીઠું મિક્સ કરવું અને પછી ઉપર જણાવ્યા મુજબ પરોઠા વણી લેવા.
9. આ બંને ટિપ્સમાંથી તમને જે ગમે તે અપનાવીને તમે પરોઠા બનાવી લો. પછી તવીને ગરમ કરી, ગ્રીસ કરીને ઘી, તેલ કે બટર લગાવીને ગોલ્ડન બ્રાઉન શેકી લો. આ ગરમાગરમ ફ્લાવર પરોઠાની ચા કે ચટણી, કૅચ અપ અથવા તો દહીં (Curd) સાથે મજા માણો.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
આ પણ વાંચો: બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ…સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ કોમ્બિનેશન, નાના-મોટાં સૌની પસંદ રેસિપી..!
