પંચમહાલ/ શહેરા તાલુકામાં વન વિભાગે એન્ટ્રી મારતા ખનન માફિયા અને લાકડા ચોરોમાં ફડફડાટ

શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ખનીજ ચોરો માટે સ્વર્ગ સમાન છે.

Gujarat Others

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

ખનીજ વિભાગની મંજૂરી વગર જ ગેરકાયદેસર રીતે જમીનમાંથી સફેદ પથ્થરો કાઢીને ટ્રકો મારફત ફેકટરીઓ સુધી પહોંચાડી રહ્યા હોવાની વ્યાપક બુમો પડી રહી છે. શહેરા તાલુકામાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનારા પથ્થર ભરેલા ત્રણ ટ્રક અને એક લાકડા ભેરલા ટ્રેકટરને વન વિભાગે ઝડપી પાડીને પાસ પરમીટ અંગે તપાસ કરતા મળી ન આવી હોવાથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત / Dy.CM નીતિનભાઈ પટેલ મેડિસિટી સિવિલ હોસ્પિટલ અને યુ.એન.મહેતા હોસ્પિટલની આજે લેશે મુલાકાત

શહેરા તાલુકામાં સફેદ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક પણે અને અને લાકડાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનારાઓ હવે બેફામ બન્યા છે. ત્યારે જિલ્લા ખાન ખનીજ તંત્ર અને વહીવટી તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારે શહેરા વન વિભાગની ટીમ ઘોર નિંદ્રામાંથી અચાનક જાગ્યું હોય તે રીતે આવા ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓની સામે લાલ આંખ કરતા ફફડાટ મચી જવા પામ્યો છે. શહેરા વનવિભાગનાં આર.એફ.ઓ.રોહીત પટેલ અને તેમની ટીમે શહેરા ગોધરા હાઈવે માર્ગ પર સફેદ પથ્થર ભરેલા ત્રણ ટ્રકને જતા રોકી પાસ પરમીટ માંગતા કોઈ પરવાનગી ન મળતા ટ્રકોને વન વિભાગની ઓફીસે લાવવામાં આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ શહેરાનાં નવી વાડી ગામેથી વન વિભાગે એક લાકડા ભરેલુ ટ્રેક્ટર કે જે પાસ પરમીટ વિનાનું પકડી પાડ્યુ હતુ. અને તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરતા વન વિભાગે અંદાજીત લાકડા અને પથ્થરો ભરેલા વાહનો સહિત રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગની કાર્યવાહીથી સફેદ પથ્થરોની અને લાકડાઓની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Covid-19 / ગાંધીનગર દહેગામમાં આંશિક લોકડાઉન, સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ

આ સફેદ પથ્થરોની ગેરકાયદેસર હેરાફેરી કરતી ટ્રકોને વન વિભાગે ઝડપી તો પાડી છે પરંતુ આ ટ્રકો પકડ્યા પછી આ ગાડીઓ વાળા જે જગ્યાએ આ બે નંબરી માલ આપતા હતા ત્યાં તપાસ કરશે કે કેમ? જો આ અંગે કાયદેસર તપાસ કરે તો GST સહિત અન્ય સરકારી ચોરીઓ પણ હાથ લાગે તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ