ગુજરાત/ Dy.CM નીતિનભાઈ પટેલ મેડિસિટી સિવિલ હોસ્પિટલ અને યુ.એન.મહેતા હોસ્પિટલની આજે લેશે મુલાકાત

અમદાવાદ શહેરમાં કોરોનાનાં સૌથી વધુ દર્દીઓ હોવાનુ રોજ સામે આવી રહ્યુ છે. શહેરમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ સૌથી વધુ દાખલ છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં કોરોનાનાં સૌથી વધુ દર્દીઓ હોવાનુ રોજ સામે આવી રહ્યુ છે. શહેરમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ સૌથી વધુ દાખલ છે. ત્યારે સ્થિતિ એવી બની છે કે, હોસ્પિટલમાં બેડ્સ ખુટી પડ્યા છે. આ વચ્ચે આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ 11.15 કલાકે મેડિસિટી સિવિલ હોસ્પિટલ કેમ્પસની મુલાકાત લેશે અને યુ. એન. મહેતા હોસ્પિટલમાં બેડ્સ વધારવા તેમજ હાલમાં ચાલી રહેલી કામગીરી અંગે ઉચ્ચ  અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક પણ કરશે.

Covid-19 / ગાંધીનગર દહેગામમાં આંશિક લોકડાઉન, સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ

આપને જણાવી દઇએ કે, રોજ આ હોસ્પિટલથી ડરાવતા દ્રશ્યો સામે આવતા હોય છે. જે જોઇને એવુ લાગી રહ્યુ છે કે, જાણે કુદરત પણ માણસોથી રુઠી ગયો છે. આ એક એવી બિમારી બનીને આપણી સમક્ષ ઉભી છે જેમા તમે દર્દીને આશ્વાસન આપવા મળી પણ શકતા નથી. જો કે આ મુશ્કેલીથી ભરેલી ઘડીમાં ઘણા એવા લોકો પણ છે કે જેમની માણસાઇ ઘણી વખત કેમેરામાં કૈદ થઇ રહી છે. આ વાયરસને લઇને કહેવાય છે કે, આ એટલો ભયાનક વાયરસ છે કે, જો તમે દર્દીનાં સંપર્કમાં આવો છો તો તમને આ વાયરસ થવાની સંભાવનાઓ વધી જાય છે. ત્યારે આ કપરા સમયે જાગૃત લોકો ટચમાં ન રહેતા પણ ટચમાં રહોનું સ્લોગન સાથે મદદ માટે પોતાનો હાથ આગળ કરી રહ્યા છે.

મોટા સમાચાર / કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર કોરોના પોઝિટિવ, તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત કોરોના કેસમાં મસમોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યનાં આરોગ વિભાગનાં જણાવ્યા અનુસાર શનિવારે 9541 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,94,229 ઉપર પહોચ્યો છે. વળી આ દરમિયાન 97 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મોત નો આંક 5267  ઉપર પહોચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3783 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,33,564 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 55,398 છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ