અમદાવાદના એસ.જી. હાઇવે પર ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદનો આ વિસ્તાર હવે જાણે અકસ્માતો માટે સંભવિત ક્ષેત્ર બનતો જાય છે. મોડી રાત્રિના આઇસર ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, સદ્દનસીબે કોઇ જાનહાનિ થવા પામી નથી.
પકવાન બ્રિજ પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. આઈસર ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલકે સમય સુચકતા વાપરી ટ્રકને રોડની એક તરફ લઈ જઈ રહ્યો હતો. આજ સમયે પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સ બસ એકાએક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બસના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.
