Ahmedabad News: અમદાવાદમાં જાણે ખૂન કરવું એ શાકભાજી સમારતા હોય તેવી વાત થઈ ગઈ છે. અમદાવાદના કાગડાપીઠ (Kagdapith) વિસ્તારના મજૂરગામમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. મજૂરગામ ડુંગર મોતીની ચાલી નજીક હત્યાની વધુ એક ઘટના બની હતી.
મહેન્દ્રસિંહ સોલંકી નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. સાવ નજીવી બાબતમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ બતાવે છે કે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. કાગડાપીઠ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ એલજી હોસ્પિટલ ખસેડ્યો છે.
યુવક મહેન્દ્રસિંહ સોલંકીની ચાર શખ્સોએ નિર્મમ હત્યા કરી હતી. આરોપીઓ તેમની હત્યા કરીને ફરાર થઈ ગયા તા. પણ ઝોન-સિગ્સની એલસીબીની ટીમે જબરદસ્ત કામગીરી બજાવતા ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
એલસીબી પીએસઆઈ મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી. હત્યાના હકીકતના મૂળ સુધી પહોંચવા આરોપીઓની આકરી ઉલટતપાસ શરૂ કરી દેવામાં આવી છે. નજીવી તકરારમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આમ છતાં પોલીસ આ હત્યા પાછળ બીજો કોઈ એન્ગલ છે કે નહીં તે બાબત પણ ચકાસી રહી છે.
હત્યાના પગલે યુવકના કુટુંબીજનો શોકમાં ગરકાવ છે. પોલીસ માટે તેમની પૂછપરછ કરવી હાલમાં અઘરી છે. પણ આગામી સમયમાં આ કેસને લઈને પોલીસ તેમની પણ પૂછપરછ કરી શકે છે. આ ઉપરાંત પોલીસે મૃતકનો મોબાઇલ ફોન અને આરોપીઓના મોબાઇલ ફોન પણ કબ્જામાં લીધા છે. તેમના કોલ રેકોર્ડની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી હત્યા પહેલા તેઓએ કોની સાથે વાતચીત કરી તે જાણી શકાય.
અમદાવાદનો કાગડાપીઠ વિસ્તાર આમ પણ નાની-નાની વાતમાં હત્યાઓ માટે નામચીન છે. તેના કારણે અહીંની પોલીસે પણ સક્રિય રહેવુ પડે છે. કાગડાપીઠ વિસ્તારનો અમદાવાદમાં ઊંચો ક્રાઇમ રેટ ધરાવતા વિસ્તારોમાં સમાવેશ થાય છે. તેથી પોલીસ અહીં સતત એલર્ટ મોડમાં રહે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી
આ પણ વાંચો: વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન
