Patan News/ પાટણ શહેરમાં 16 વર્ષની સગીરા ગૂમ થતાં ચકચાર

પરંતુ જ્યારે તે ઘરે પાછી ન આવી ત્યારે તેની માતાએ તેની શોધખોળ કરી

Top Stories Gujarat Breaking News

Patan News: પાટણ (Patan) શહેરમાં 16 વર્ષની સગીરા ગૂમ થતાં ચકચાર મચી જવા પામી છે. માતા સાથે ભાડાના મકાનમાં રહેતી સગીરા મામાના ઘરેથી કામ પર જવાનું કહીને નીકળી હતી. જોકે, તેની માતાએ શોધખોળ કરી પણ તેની કોઈ ભાળ ન મળતાં પોલીસ ફરિયાદ (Police Complain) કરવામાં આવી છે.

પાટણ શહેરમાં જુવાનજોધ દીકરી ગૂમ થતાં માતાનું કાળજું અદ્ધર થઈ ગયું છે. પાટણ શહેરના આનંદ સરોવર પાછળ આવેલી એક સોસાયટીમાં રહેતી સગીરા ગૂમ થવાની ઘટના બનવા પામી છે. સગીરાની માતા ભાડાના મકાનમાં રહે છે. તેના પહેલા પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમના પહેલા લગ્નથી તેમને બે પુત્રીઓ છે. ત્યારબાદ તેણીએ પાટણમાં રહેતા એક પુરુષ સાથે લગ્ન કર્યા. બીજા લગ્નથી તેમને બે નાના બાળકો છે. તેમના હાલના પતિ પાટણમાં એક મિનરલ વોટર કંપનીમાં નોકરી કરે છે. ચાર દિવસ પહેલા સગીરા બપોરે તેના મામાના ઘરેથી પાટણ આવી હતી. ત્યારબાદ તે કામ પર જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ.

પરંતુ જ્યારે તે ઘરે પાછી ન આવી ત્યારે તેની માતાએ તેની શોધખોળ કરી. સગીરા ક્યાંય ન મળી આવતાં તેની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં અપહરણ(Kidnapping)ની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોતાના ભોગવિલાસને પૂરા કરવા પડોશીઓના ઘરમાંથી પૈસાની ચોરી કરતી સગીરા પછી…

આ પણ વાંચો:સગીરા સાથે દુષ્કર્મ: કરાટે કોચની ધરપકડ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો

આ પણ વાંચો:HIV પોઝિટિવે સગીરાનું અપહરણ કરી દસ મહિના સુધી કર્યુ દુષ્કર્મ