અમદાવાદ સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદમાં રોજ કોઈ ને કોઈ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી નિત્યાનંદ કે ગુમસુદા યુવતી સામે આવ્યા નથી માત્ર તેમના વિડીઓ જ સોસીયલ મીડિયામાં અપલોડ થઇ રહ્યા છે. હવે આ બાબતે પોલીસ દ્વારા ગુમસુદા યુવતીને વિડીઓ કોલ કરવામાં આવ્યો હતો. જે મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે.
પોલીસની હાજરીમાં નિત્યાનંદિતા ને વિડીયો કોલ કરવામાં આવેલો હતો. વીડિયોકોલમાં Proxy નેટવર્કનો ઉપયોગ થયાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેમના નેટવર્ક દ્વારા હાલમાં આ યુવતી ક્યાં છે તે અંગે તપાસ ચલાવવામાં આવી હતી. જેમાં સામે આવ્યું છે કે કોલીગ માટે પ્રોક્ષી નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નિત્યાનંદ-નિત્યાનંદિતા પોલીસને ગોળગોળ ગુમાવી રહ્યા છે. Proxy નેટવર્ક શોધવામાં પોલીસ મથામણ કરી રહી છે. Proxy નેટવર્કને કારણે ચોક્કસ લોકેશન શોધવામાં મુશ્કેલી પડી રહીછે. નિત્યાનંદિતાનું લોકેશન શોધવા પોલીસ એક્સપર્ટની મદદ લેશે.
નિત્યાનંદ અને નિત્યાનંદિતા મામલે બીજો મોટો ખુલાસો સામે આવ્યો છે.
નિત્યાનંદિતા આશ્રમમાંથી બીજી નવેમ્બરથી જ ગાયબ છે. એક નવેમ્બરે માતા-પિતા સાથે તેણીની મુલાકાત થઇ હતી. બીજી નવેમ્બરથી નિત્યાનંદિતા ગાયબ છે. પોલીસ તપાસમાં નવા નવા તથ્યો બહાર આવી રહ્યા છે. પોલીસ તપાસમાં પણ રોજ નવા ધડાકા થઇ રહ્યાં છે. ક્યાં છે નિત્યાનંદિતા ? પોલીસ નિત્યાનું પગેરું શોધવામાં કેમ હજુ નિષ્ફળ ? અમદાવાદ ગ્રામ્ય પોલીસ ચારે દીશામાં નિત્યાનંદિતા ને શોધવા માટે હવાતિયાં મારીરહી છે.
નિત્યાનંદિતા કેસમાં મંતવ્ય ન્યૂઝનો વધુ એક ખુલાસો પાંસ અમે આવ્યો છે. જેમાં પોલીસે નિત્યાનંદના આશ્રમની તલાસી લીધી હતી. તલાશી દરમિયાન અનેક મોબાઇલ, ટેબલેટ અને લેપટોપ કબજે, સાથે કેટલીક ફાઈલો પણ મળી આવી છે. જે જપ્ત કરવામાં આવી છે. કબજે કરાયેલા મોબાઇલ, ટેબલેટ અને લેપટોપ, લોકર, પેન ડ્રાઈવ, ની તપાસ માટે અમદાવાદ પોલીસ FSLની મદદ લેશે. પોલીસ ને આશા છે કે તેમાં લોક ખુલશે તો અનેક તથ્યો બહાર આવી શકે છે.
દિવસ ઉગે છે અને નિત્યાનંદને લઈને નવા ધડાકા થતા રહે છે. બંને સાધ્વી સાથે આશ્રમ માં જઇ ને પોલીસે હકીકતના મૂળ સુધી પહોંચવા ટેક્નિકલ પુરાવા કબજે કર્યા છે. આરોપી તપાસમાં સહકાર નથી આપી રહ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
