Not Set/ સુરત અમદાવાદ બાદ હવે સુરેન્દ્રનગરમાં રોડ અકસ્માતમાં બાઈક ચલકનું મોત

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત્ જ છે. સુરત અને અમદાવાદ બાદ હવે સુરેન્દ્રનગરથી અકસ્માતથી ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગરમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના લીંબડી ધંધુકા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલ ટ્રેક બાઈક સાથે અથડાતા આ અકસ્માત […]

Gujarat Others

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત્ જ છે. સુરત અને અમદાવાદ બાદ હવે સુરેન્દ્રનગરથી અકસ્માતથી ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગરમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના લીંબડી ધંધુકા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલ ટ્રેક બાઈક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુરતમાં રોડ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા બાદ ગઈ કાલે ફરી સુરત અને અમદાવાદનો રોડ લોહીયાળો થયો હતો અમદાવાદમાં BRTS બસે બે સગા ભાઈઓને અડફેટે લેતા બંને સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.તો સુરતમાં BRTS બસે બાઈક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.