રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવી રહ્યો છે ,કોરોનાના લીધે લોકોમાં દહેશત જોવા મળી રહી છે ત્યારે છેતરપિંડી કરનારાઓ ગઠીયાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. સુરતમાં નકલી સેનીટાઇઝર બનાવવાનું કારખાનું ઝડપાયું છે.શહેરના અમરોલી મોટા વરાછા ખાતે આવેલ રંગવાળી ફાર્મ હાઉસમાં નકલી સેનેટાઈઝર આરોપી જીગરભાઈ જયવંતભાઈ ભાલાળા અને નરેશભાઈ છગનભાઈ ડાભી ભેગા મળી મીથાઇલ પ્રવાહીનું મિશ્રણ કરીને ખોટી પદ્ધતિથી સેનેટાઈઝરનું મિશ્રણ બનાવીને સેનીટાઇઝરનું વેચાણ કરતા હતા પોલીસને બાતમી મળતા દરોડા પાડિને બંને આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસને ગોડાઉનમાંથી નકલી સેનીટાઇઝર બનાવવાના સામાન સહિત કુલ રુપિયા 7,93,740નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મીઠાઇલ પ્રવાહીમાં પાણી તથા ફ્રુટ કલર અને પર્ફ્યુમ ના પ્રવાહનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરીને પ્રવાહીને પ્લાસ્ટિકના 5 લિટરના નાના કેરબાઓમાં કંપની સીલ બંધ કરી દેતા હતા તે તમામ કેરબાઓ ઉપર બ્લુ સ્કાય હેન્ડ સેનેટાઈઝર તથા કેરફૂલ હેન્ડ રબ સેનીટાઇઝર નામના સ્ટીકર લેબલ ચોંટાડી બજારમાં એક કેરબા પૈકી 130 રૂપિયા માં વેચાણ કરી ઓછી પડે ત્યારે વધુ રૂપિયા કમાતા હતા હાલ પોલીસે બેને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
