Health Fact/ મોબાઈલ રેડિયેશન છે ખતરનાક, બચવા કરો આ કામ

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. મોટાભાગનાં લોકો આજે કોરોનાનાં ફેલાવનાં કારણે ઘરેથી જ ઓફિસનું કામ(Work from Home) કરી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં આજે મોબાઈલનો ઉપયોગ પણ સૌથી વધારે થવા લાગ્યો છે.

Health & Fitness Lifestyle

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. મોટાભાગનાં લોકો આજે કોરોનાનાં ફેલાવનાં કારણે ઘરેથી જ ઓફિસનું કામ(Work from Home) કરી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં આજે મોબાઈલનો ઉપયોગ પણ સૌથી વધારે થવા લાગ્યો છે. જો કે આજે માણસને હવે રોટી પહેલા નહી પણ મોબાઈલ પહેલા જરૂરી હોય તેવુ લાગી રહ્યુ છે.

Food / ગરમીમાં પીવો Mango Juice ઈમ્યુનિટી અને ભૂખ વધારવાની સાથે મળશે આ ચમત્કારિક ફાયદા

આપને જણાવી દઇએ કે, મોબાઈલ ફોનની શોધ દૂરનાં કોઇ તમારા સગાની સાથે કોઇ પણ જગ્યાએથી વાત કરવા માટે થયો હતો પરંતુ આજે એવુ લાગી રહ્યુ છે કે આ માત્ર સેવા નહી પણ તમારા હેલ્થને બગાડવા માટેનું પણ યંત્ર બનતુ જઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન માનવ શરીરને ઘણુ નુકસાન પહોંચાડી શકે છે. આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, ગર્ભાશયને નુકસાન થઇ શકે છે. ટયુમર તેમજ કેન્સર જેવા રોગો થવાની પણ શક્યતા વધી જાય છે. ત્યારે આ રેડિયેશનની અસરથી બચવા માટે આ પદ્ધતિઓ બેસ્ટ છે જેનાથી મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનની આપણા સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરને પણ ઘણી હદે ઘટાડી શકાશે. તેમજ મોબાઈલનો ઉપયોગ પણ છૂટથી કરવા પર રોક મૂકવાની જરૂર નહીં પડે.

સાવચેતી / શું કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ બદલવું જોઈએ ટુથબ્રશ ? જાણો નિષ્ણાતોનો મત

1. ફોન ખરીદતા પહેલાં તેના રેડિયેશન લેવલ અંગે જાણકારી મેળવો. તે માટે જે તે ફોનની માર્ગદર્શક પુસ્તિકા, ઇન્ટરનેટ કે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ.

2. ઇયરફોનનો ઉપયોગ કરો. જેથી હેન્ડસેટ શરીરાથી દૂર રહેશે. શક્ય હોય તો સ્પીકર મોડનો ઉપયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે. આમ કરવાથી રેડિયેશનની અસર મગજ સુધી નહીં પહોંચે. વળી ફોનમાં બ્લુટૂથની સુવિધા હોય તો એટલું ધ્યાનમાં રાખવું કે, બ્લ્યુટૂથને લીધે હળવી માત્રામાં રેડિયેશન સતત ઉત્પન્ન થતું રહે છે. એટલે જરૂર ન હોય તો ઇયર ફોન કાનથી દૂર રાખવા.

3. મોબાઈલમાં ટાવર બરાબર ન મળતાં હોય ત્યારે ટાવર પકડવા માટે મોબાઈલ ફોન વધારે માત્રામાં રેડિયેશન બહાર ફેંકે છે. એટલે પૂરા ટાવર પકડાતા હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.

4. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની અસર ઓછી કરવા રેડિયેશન શિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે એન્ટેના કવર કે કીપેડ કવરનાં રૂપમાં મળે છે. જે રેડિએશનની તીવ્રતા ઓછી કરી નાંખે છે.

5. પુખ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકોને મોબાઈલનાં રેડિયેશન બેવડા નુકસાન પહોંચાડે છે એટલે બાળકોથી મોબાઈલ દૂર રાખવો શાણપણ ગણાય. બાળકો લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધારે કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

6. વાત કરતી વખતે મોબાઈલને શરીરથી શક્ય એટલો દૂર રાખવો જોઈએ. તેને ખિસ્સામાં, કાનની નજીક કે કમરપટ્ટા પર બાંધી ન રાખવો.

7. સૂતી વખતે મોબાઈલને શક્ય તેટલો દૂર રાખવો. તકિયા નીચે કે સાવ બાજુમાં મોબાઈલ ન રાખવો. જો મુખ્યમંત્રી,વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અડધી રાત્રે ફોન આવવાનો હોય તો બાજુમાં ફોન લઇ સૂઈ જાવ તો અલગ વાત છે.

8. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તમે ફોન પર વાત કરો કે કોઈ મેસેજ મોકલો તો રેડિયેશનના અસર થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ફોન પર વાત સાંભળતા હોવ કે કોઈનો મેસેજ તમારા ફોન પર આવે તે સ્થિતિમાં રેડિયેશનની અસર ઓછી થાય છે. એટલે જ આપણા વડવાઓની વાત મોબાઈલ ફોનના કિસ્સામાં પણ એટલી જ ઉપયોગી છે કે “ઓછું બોલો અને વધારે સાંભળો.”